મોદીના માનીતા નેતાએ આ બેઠક પર કરી દાવેદારી, જુઓ લોકસભા માટે કોણે કોણે ટિકિટ માંગી

Gujarat BJP Action : ગુજરાત ભાજપની સાંજે સાડા સાત કલાકે મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક... લોકસભા બેઠક દીઠ ઉમેદવારો પર મંથન થશે.... ગૃહ મંત્રી અમિત બેઠકમાં રહી શકે છે હાજર

મોદીના માનીતા નેતાએ આ બેઠક પર કરી દાવેદારી, જુઓ લોકસભા માટે કોણે કોણે ટિકિટ માંગી

Loksabha Elections 2024 : લોકસભાના ઉમેદવારો નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. સોમવારથી જ ભાજપે સેન્સ લેવાની શરૂઆત કરી દીધી હતી. માર્ચના બીજા સપ્તાહમાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે ઉમેદવારો વહેલા જાહેર થઈ શકે અને તેમને પ્રચાર તેમજ તૈયારી માટે પુરતો સમય મળી રહે તે માટે સેન્સ લેવાની પ્રક્રિયા આદરવામાં આવી છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે નિરીક્ષકો નિમવામાં આવ્યા છે. જેઓ સ્થાનિક નેતાઓ, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરોને સાંભળી રહ્યા છે. સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થતા જ સંભવિત ઉમેદવારો સમર્થકો સાથે પહોંચી રહ્યા છે.

ગુજરાત ભાજપની આજે સાંજે પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક મળશે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક મળશે. જેમાં લોકસભા દીઠ ઉમેદવારો પર મંથન થશે. પ્રદેશ પાર્લામેન્ટ્રી બાદ 29 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક મળવાની છે. જેને પહેલા આજે સાંજે 7.30 કલાકે સીએમ આવાસ પર બેઠકમાં ચર્ચા કરાશે. ગૃહ મંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહી શકે છે. 

ત્યારે તે પહેલા ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોણે કોણે ટિકિટ માટે દાવેદારી કરે છે તેના પર એક નજર કરીએ. કયા કયા ઉમેદવારો ટિકિટની આશા સાથે પહોંચ્યા છે તેનુ લિસ્ટ આવી ગયું છે. 

ગાંધીનગર લોકસભા
ગાંધીનગર લોકસભાની સેન્સ પ્રક્રિયામાં સૌનો એક મત છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર બને. ગાંધીનગર લોકસભા માટે કોઈએ પણ દાવેદારી નોંધાવી નહીં. ગાંધીનગર લોકસભા માટે અમિત શાહનું નામ સર્વાનુમતે મંજુર કરાયું છે. અમિત શાહ ફરી ગાંધીનગર લોકસભા બેઠકથી લોકસભા ચૂંટણી લડે તેવું પ્રબળ શક્યતાઓ છે. 

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક
અમદાવાદ પૂર્વ માટે 20થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે પૂર્વ ગૃહમંત્રીઓએ પણ ઝંપલાવ્યુ છે. 2 પૂર્વ ગૃહ મંત્રીઓએ પણ સમર્થકોના માધ્યમથી દાવેદારી નોંધાવી. જેમાં પ્રદીપ સિંહ જાડેજા (પૂર્વ ગૃહમંત્રી), ગોરધન ઝડફિયા (જપ મહામંત્રી), હસમુખ પટેલ (વર્તમાન સાંસદ), કામિનીબા રાઠોડ (પૂર્વ ધારાસભ્ય દહેગામ), નિર્મલાબેન વાઘવાણી પૂર્વ મંત્રી (નરોડા ), બલરામ થાવાણી પૂર્વ ધારાસભ્ય (નરોડા) એ દાવેદારી કરી છે. 

અમદાવાદ પશ્ચિમ બેઠક 
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે આટલા લોકોએ દાવેદારી કરી છે. 

1. ડૉ. કિરીટ સોલંકી, સાંસદ, અમદાવાદ પશ્ચિમ
2. દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય, અસારવા
3. જીતુ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય, દાણીલીમડા
4. દિનેશ મકવાણા, પૂર્વ મેયર
5. ડૉ. કીર્તિ વડાલીયા, પ્રદેશ ડોકટર સેલ કનવિનર
6. ગિરીશ પરમાર, પૂર્વ મંત્રી
7. નરેશ ચાવડા, પૂર્વ પ્રદેશ મંત્રી SC
8. કિરીટ પરમાર, પૂર્વ મેયર
9. વિભૂતિ અમીન, શહેર મંત્રી અમદાવાદ 
10. ભદ્રેશ મકવાણા, SC પ્રમુખ, અમદાવાદ શહેર
11. હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય, ઈડર
12. મણીભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય

રાજકોટ બેઠક
મોહન કુંડારિયા (વર્તમાન સાંસદ), ભરત બોઘરા (પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ), દીપિકા બેન સરડવા (પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ)  અને પરસોત્તમ રૂપાલા , કેન્દ્રીય મંત્રી

ભાવનગર લોકસભા
મનસુખભાઇ માંડવીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નિમુબેન બાભણીયા, ભાવનાબેન મકવાણા, ભારતીબેન શિયાળ

સુરત લોકસભા
દર્શનાબેન જરદોશ (વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી), નીતિન ભજીયાવાલા (પૂર્વ ભાજપ શહેર પ્રમુખ), મુકેશભાઈ દલાલ (વર્તમાન શહેર મહામંત્રી) અને ધીરુભાઈ ગજેરા (પૂર્વ ધારાસભ્ય)

મહેસાણા લોકસભા
રજની પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી 
નીતિન પટેલ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી
નારાયણ પટેલ,ઉંઝા પૂર્વ ધારાસભ્ય
જયશ્રીબેન પટેલ,પૂર્વ સાંસદ
દિનેશ પટેલ, ચેરમેનઊંઝા એપીએમસી 
કે સી પટેલ, પૂર્વ મહામંત્રી

દાહોદ લોકસભા
દાહોદ લોકસભાસબેઠક મા 3 જેટલા ઉમેદવારોએ ટિકિટ માંગી છે. જેમાં વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર, ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, અને દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા સામેલ છે. 

બનાસકાંઠા લોકસભા
પરબત પટેલ (વર્તમાન સાંસદ), હરિભાઈ ચૌધરી (પૂર્વ કેન્દ્રીય મંત્રી), અનિકેત ઠાકર (ધારાસભ્ય પાલનપુર) અને કીર્તિસિંહ વાઘેલા (જિલ્લા ભાજપ પ્રમુખ) 

પંચમહાલ બેઠક
પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ગોધરા કમલમ ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં 22 થી વધુ ઇચ્છુક દાવેદારો સમર્થકોના માધ્યમથી પોતાના બાયોડેટા નિરીક્ષકો સમક્ષ રજુ કર્યા. ત્રણ જિલ્લાની સાત વિધાનસભાનો મતદાર ક્ષેત્ર ધરાવતી પંચમહાલ લોકસભા બેઠક માટે દાવેદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. માજી ધારાસભ્યો સહિત વર્તમાન સાંસદ અને અન્ય ઇચ્છુક દાવેદારો ઉપસ્થિત રહ્યાં. 150 થી વધુ અપેક્ષિત હોદ્દેદારો પોતાના દાવેદારો માટે પોતાના અભિપ્રાય આપી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news