ગૌરવ દવે/રાજકોટ: મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક ઠગ સામે આવ્યો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના માંજલપૂર વિસ્તારમાં રહેતો હિતેશ ઠાકરની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બદલાઈ જશે મીડિયા કવરેજના નિયમો! પ્રયાગરાજ હત્યાકાંડ બાદ લેવાયો મોટી નિર્ણય


રાજકોટના વેપારી અલ્પેશ નારીયા અને વિજય નારીયાએ આરોપી હિતેશ પ્રવીણચંદ્ર ઠાકરે સેન્ટ્રલ આઈ.બીના ડેપ્યુટી ડાયરેકટર અને IAS અધિકારીની ઓળખ આપી 1.23 કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હતી. 2019માં માલીયાસણ ગામની જમીનનું ટેન્ડર આપવાના નામે છેતરપીંડી આચરી હતી. 


'મેં સહકારી ક્ષેત્રમાં ઈલુ ઈલુ બંધ કરાવ્યું'; પાટિલના નિવેદનથી હડકંપ, કોની તરફ ઈશારો


રાજકોટના વેપારી બંધુ સાથે 1.23 કરોડની ઠગાઈ કરી હોવાનું આવ્યું છે. આરોપી હિતેશ ઠાકર પાસેથી જુદા જુદા ચેરિટીના લેટર, મહેસુલના લેટર, રાજકોટ રેવન્યુના પત્રોમાં પોતે ગેઝેટેડ અધિકારી તરીકે સહી સિક્કા કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં M.sc સુધીનો અભ્યાસ કરેલો ઠગ હિતેશ ઠાકર IAS અધિકારી બનવા માંગતો હતો. પરંતુ સરકારી ભરતીઓ કોર્ટ કેસમાં ફસાઈ હોવાથી IAS અધિકારી બની શક્યો નહોતો. જેથી IAS અધિકારી તરીકેની છાપ છોડવા માટે IAS અધિકારી તરીકે જ રુઆબ રાખતો હતો. 


વિશ્વના ટોપ 10 ખતરનાક ફાયટર જેટ, એકવાર ઉડાન ભરે તો દુશ્મનોનું મિટાવી દે છે નામોનિશાન


આ કેસમાં રાજ્ય અને કેન્દ્રીય ગૃહ વિભાગ, સેન્ટ્રલ અને સ્ટેટ આઈ.બી સહિતની એજન્સીઓ તપાસ કરી રહી છે. જોકે આરોપી હિતેશ ઠાકરે રાજકોટ જ નહીં પરંતુ અનેક લોકોને પોતાની આ ઠગની માયાજાળમાં ફસાવ્યા હોવાનો પણ ખુલાસો પોલીસ તપાસમાં થાય તેવી શકયતા છે.