રાજકોટ : મવડી રોડ પર માલવિયાનગર પોલીસ સ્ટેશન સામે આવેલી શિવશક્તિ ડેરી ફાર્મની અંદર આજે બપોરે 4 લોકોએ એક સાથે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. તમામને તત્કાલ 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ ઘટના અંગે માલવિયા નગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. જો કે આત્મહત્યા પાછળ જમીન વિવાદ કારણભુત હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપઘાતનો પ્રયાસ કરતા અગાઉ પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગૌતમનગર વિસ્તારમાં રહે છે. આ જગ્યા પર છેલ્લા 30થી 35 વર્ષ થયા, જમીન વેચાણ લઇને કાચા પાકા મકાનો બનાવાઇ રહ્યા છે. આ જમીન એક હાજર રૂપિયે વાર હતી ત્યારે ખરીદી હતી. અત્યારે અહીં 1 લાખ રૂપિયા વારની જમીન છે. તેજી આવતા કેટલાક લાગવગ ધરાવતા લોકોએ અહીં બિનકાયદેસર કબ્જે લીધો હતો. 


તેઓ ખુબ જ જનુની અને લાગવગ વાળા હોવાને કારણે સાચા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અમને કાઢી મુકવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું હતું. જેમા તેઓ તમામ પ્રકારની પોતાની લાગવગ વાપરીને અમારી જ જમીનમાંથી અમને બેદખલ કરી રહ્યા છે. જો કે સમગ્ર ષડયંત્ર રચનાર જિતુભાઇ વસોયા, શિવશક્તિ ડેરીના માલિક જગદીશ અકબરી, વિનુભાઇ ઠુમર પડદા પાછળ રહીને પોતાની મેલી મુરાદ પાર પાડવા અમને અમારા પરિવારને ગુંડા અને અસામાજિક તત્વો ધાકધમકીઓ આપે છે. તેમને મારી નાખવાની ધમકીઓ આપે છે. હાથ પગ અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube