રાજકોટ : રાત્રીના અંધારામાં લોકો સાથે લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે પકડી પાડી છે. આ ટોળકીએ ગુરૂવારે મોડી રાત્રીને એક યુવક સાથે લૂંટ ચલાવી હતી. નવાઇની વાત તો એ છે કે લૂંટારૂ ટોળકીનો માસ્ટર માઇન્ડ તેની સાથે રહેતો તેનો મિત્ર જ હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં આ લૂંટારૂ ટોળકીના પાંચ શખ્સોને પકડી પાડ્યા. જ્યારે એક શખ્સ પોલીસ પકડથી બહાર છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMRELI: શિક્ષકને કોર્ટે કહ્યું ફ્રોડ તમારી ભુલથી થયો તેના માટે બેંક વળતર ન ચુકવી શકે


રાજકોટ પોલીસના ઝાપતામાં રહેતા આ શખ્સોને જૂઓ. જેના નામ છે શાહરૂખ માંગરીયા, સરફરાજ શેરૂકા, વસીમ ઉર્ફે ભૂરો પરમાર, સદામ પરમાર અને રાહીલ ઉર્ફે રઇલો સુધાગુણીયા. આ શખ્સો પર આરોપ છે એક વ્યક્તિ સાથે લૂંટ ચલાવવાનો. ગુરૂવારે રાત્રીના સમયે હિતેશ મુંગરા નામનો ફરિયાદી તેમના મિત્ર શાહરુખ માંગરિયા કે જે આ લૂંટનો માસ્ટરમાઇન્ડ છે તેની સાથે સાઘુવાસવાણી રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન શાહરૂખે લઘુશંકા જવાનું બ્હાનું આપીને તે અવાવરૂ સ્થળે પહોંચી ગયો હતો. દરમિયાન કાળા કપડાથી મોંઢા ઢંકાયેલા આ ચાર શખ્સો અને અલ્તાફ શેખ નામનો અન્ય એક આરોપી હિતેશ પાસે પહોંચી ગયા હતા. છરીની અણીએ તેની પાસે રહેલા સોનાના દાગીના અને રોકડ રૂપિયા મળીને કુલ સાડા ચાર લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. પોતાની સાથે લૂંટ બનતા હિતેશે પોલીસને જાણ કરી હતી. જો કે લૂંટનો બનાવ બન્યા બાદ હિતેશ સાથે રહેલો શાહરૂખ નામનો શખ્સ આવતા ફરિયાદી અને પોલીસને તેના પર શંકા ગઇ હતી અને તેની આગવી ઢબે પુછપરછ કરતા લૂંટની આખી ઘટનાનો પર્દાફાશ થયો અને લૂંટારૂ ટોળકી પણ પોલીસ સકંજામાં આવી ગયા હતા.


SURAT : 13 વર્ષના આ ટેણીયાઓએ એવું સોફ્ટવેર વિકસાવ્યું કે, વિદેશી વૈજ્ઞાનિકો પણ માંગી રહ્યા છે મદદ


કઇ રીતે આપ્યો લૂંટને અંજામ?
પોલીસના કહેવા પ્રમાણે હિતેશ અને શાહરૂખ બંન્ને મિત્રો હતા પરંતુ શાહરૂખે તેના મિત્રો સાથે મળીને હિતેશને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો..જેથી છેલ્લા બે થી ત્રણ દિવસથી આ શખ્સો રેકી કરતા હતા. શાહરૂખે લૂંટનો પ્લાન તૈયાર કર્યો હતો અને આવાવરૂ જગ્યા નક્કી કરવામાં આવી હતી જ્યારે શાહરૂખ અને હિતેશ પહોંચે તે પહેલા આ શખ્સો ત્યાં પહોંચી ગયા હતા અને જ્યારે શાહરૂખ લઘુશંકાનું બ્હાનું કરીને પહોંચ્યો ત્યારે આ શખ્સોએ લૂંટ ચલાવી હતી અને શાહરૂખ આખી લૂંટની ઘટના જોઇ રહ્યો હતો અને બધુ જ પુરૂ થયા બાદ તે હિતેશ પાસે પહોંચ્યો હતો.


આ ગુજરાતમાં શક્ય છે? એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને તેના ઘરે જઈ રહેંસી નાંખી


પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા શખ્સો પૈકી સરફરાજ શેરૂકા અગાઉ ચોરીના ગુનામાં જ્યારે સદામ પરમાર લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.હાલમાં પોલીસે આ શખ્સોએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી લૂંટ ચલાવી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે જ્યારે આ લૂંટારૂ ગેંગના અન્ય એક સાગ્રીતની શોઘખોળ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube