આ ગુજરાતમાં શક્ય છે? એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને તેના ઘરે જઈ રહેંસી નાંખી

એક માનસિક વિકૃત અને એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે એક નિર્દોષ યુવતીની જિંદગી પૂરી કરી નાખવામા્ં કઈ બાકી રાખ્યું નહીં. બે દિવસ પહેલાં સગીરાને સરાજાહેર રહેંસી નાખવાના હત્યારાને અઁતે પોલીસે દબોચી લીધો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હેવાનને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. 

આ ગુજરાતમાં શક્ય છે? એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને તેના ઘરે જઈ રહેંસી નાંખી

રાજકોટ : એક માનસિક વિકૃત અને એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે એક નિર્દોષ યુવતીની જિંદગી પૂરી કરી નાખવામા્ં કઈ બાકી રાખ્યું નહીં. બે દિવસ પહેલાં સગીરાને સરાજાહેર રહેંસી નાખવાના હત્યારાને અઁતે પોલીસે દબોચી લીધો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હેવાનને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. 

જેતલસરની સગીરાનો હત્યારો સકંજામાં 
રાજકોટના જેતપુરના જેતલસર ગામમાં બે દિવસ પહેલા થયેલી સગીરાની સરાજાહેર હત્યાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. પોલીસે એકતરફી પ્રેમમાં પાગલ સાયકો કિલરની ધરપકડ કરી છે. કડિયા કામ કરતા આ જયેશ સરવૈયાએ જેતલસરની સગીરાને એક સાથે 28 જેટલા ઘા મારી રહેંસી નાખી હતી અને આ ઘટના બાદ પોતે ફરાર થઈ હતો. અંતે પોલીસે ગણતરીના સમયમાં જ તેને દબોચી લઈ 24 માર્ચ સુધીના રિમાન્ડ પણ મેળવ્યા છે. 

સગીરાનો સ્કૂલ સુધી કરતો હતો પીછો 
સગીરાની મમ્મી અને જયેશ દૂરની ઓળખાણમાં હતા અને આ જ ઓળખાણના કારણે જયેશ સગીરાના ઘરે આવતો રહેતો હતો. અને આમાને આમાં સગીરાના એક તરફી પ્રેમમાં પડ્યો હતો તે એવો પાગલ થયો કે સગીરાનો સ્કૂલ સુધી પીછો પણ કરતો અને રસ્તા વચ્ચે રોકી પરેશાન કરતો હતો. જે અંગે સગીરાએ તેના પિતાને વાત કરી અને તેના પિતાએ જયેશ સરવૈયાના પિતાને વાત કરી હતી. આ ઘટના પછી જયેશ સરવૈયાને તેના પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તે પોતાના મામાના ઘરે જેતલસર ગામમાં રહેતો અને ત્યાં જ કડિયાકામ કરતો હતો. 

સગીરાને તાબે કરવા ખરીદી હતી છરી
સગીરાની જે દિવસે હત્યા થઈ ત્યારે તે સવારથી ગાયબ હતો. તેના પિતા પણ તેને ફોન કરી પૂછતાં હતા કે તું ક્યાં છે પણ જયેશ સરવૈયા જવાબ આપતો નહોતો. અંતે તે બપોર સુધી વીરપુર જલારામ ગામમાં રહયો અને ત્યાંથી જ 180 રૂપિયાની કિંમતની છરી ખરીદી જેતલસર આવી સીધો સગીરાના ઘરે ગયો હતો. અહીં તેને એમ કે સગીરા એકલી હશે તો ભગાડીને લઈ જશે. પણ સગીરના માતાપિતા ખેતરે ગયા હતા અને તેનો ભાઈ ઘરે હાજર હતો. હર્ષે જયેશને અંદર પ્રવેશતા અટકાવ્યો તો તેને 5 જેટલા છરીના ઘા ઝીંકી દીધા અને બૂમાબૂમ થતાં સગીરા દોડી આવી તો તેને પોતાની સાથે ભાગી જવા દબાણ કરવા લાગ્યો પણ સગીરાએ ઈનકાર કરતાં તેને ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. જયેશનું પાગલપન સગીરાને માર્યા પછી પણ મટ્યુ નહીં અને તેણે મૃતદેહના પેટના ભાગે પણ છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. અને નિર્દયતાથી સગીરાની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો. 

જયેશ સરવૈયા વાણંદ પર કરી ચૂક્યો છે હુમલો
પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આ શખ્સ એક સાયકો છે અને અવારનવાર આ પ્રકારના હુમલા કરતો રહે છે. થોડા સમય પહેલા પણ તેણે એક વાણંદ પર છરી વડે હુમલો કર્યો હતો. 

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ઘટનાની કરી નિંદા
ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પોતાના મતવિસ્તારમાં બનેલી આ ઘટનાની નિંદા કરી છે. સાથે જ આરોપીને કડકમાં સજા થાય તેવી રજૂઆત પણ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ કેસમાં પોક્સો કલમ ઉમેરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી ચલાવવામાં આવશે. અને સ્પેશિયલ પીપીની નિમણૂંક કરવાની મંજૂરી અપાઈ છે. ગૃહવિભાગ દ્વારા પેરવી ઓફિસરની પણ નિમણૂંક કરવામાં આવી છે જેનું ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સમયાંતરે રિવ્યુ કરશે. સાથે જ દીકરીના પરિવારને પણ જરૂરી સહાય આપવાનું આશ્વાસન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news