રાજકોટ : ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં અચાનક ઉછાલો જોવા મળી રહ્યો છે. કોઇ પૈસા પરત નહી કરી શકવાનાં કારણે તો કોઇ પૈસા નહી હોવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. તેવામાં રાજકોટ આત્મહત્યાનો એક ખુબ જ વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા દર્શન ગિરી ગોસ્વામી નામના તરૂણે ઘરે ગળેફાંસો ખાઇને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. સમગ્ર મુદ્દે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલિ હોસ્પિટલ લઇ જવાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાંથી કોરોના ગયો? પાવાગઢ અને ડાકોરમાં સેંકડો લોકોનાં ટોળા ઉમટી પડ્યાં, તમામ નિયમોના ધજાગરા

પરિવારના જણાવ્યા અનુસાર તરૂણના મોટા બાપુએ બંન્ને ભાઇઓને વાપરવા માટે પાંચ-પાંચ રૂપિયા આપ્યા હતા. જો કે મૃતકના નાના ભાઇએ બંન્નેના પૈસા વાપરી નાખતા બંન્ને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઇ હતી. આ મુદ્દે બોલાચાલી દરમિયાન તેને કોઇ મુદ્દે લાગી આવતા તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. દર્શનગિરીએ ગળેફાંસો ખાઇલેતા અને ખાસ કરીને ખુબ જ નાનકડી બાબતે ફાંસો ખાતા પરિવાર પર તો જાણે આભ ફાટી પડ્યું હતું. જ્યારે નાનો ભાઇ ખુબ જ આઘાતમાં છે. 


કોરોના કાળમાં પૌરાણિક દામોદર કુંડ ચૂનરી મનોરથના ઘરે બેઠા બેઠા કરો દર્શન

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પણ આત્મહત્યાનાં કિસ્સાઓમાં અચાનક ઉછાલો આવ્યો છે. છેલ્લા 48 કલાકની અંદર જ આપઘાતના ત્રણ કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. જ્યારે એક વ્યક્તિને બચાવી પણ લેવામાં આવી હતી. કોરોનાની મહામારીના કારણે ઉછીના રૂપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આર્થિક પાયમાલીના કારણે આત્મહત્યાના કિસ્સામાં અચાનક ઉછાળો આવ્યો હતો. જેના પગલે હાલ તો ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube