કોરોના કાળમાં પૌરાણિક દામોદર કુંડ ચૂનરી મનોરથના ઘરે બેઠા બેઠા કરો દર્શન

પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે પૌરાણિક દામોદર કુંડ ખાતે ચૂનરી મનોરથ યોજાયો હતો. મથુરા યમુના કિનારે વિશ્રામ ઘાટ જેવો જ મનોરથ દામોદર કુંડમાં ૨૫૧ ચૂનરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. તિર્થધામોમાં પૌરાણિક દામોદર કુંડનું અનેરૂં મહત્વ છે. ચાર ધામની યાત્રા પછી પણ જો દામોદર કુંડમાં સ્નાન કરવામાં ન આવે તો ચારધામની યાત્રા અધુરી ગણાય છે. 
કોરોના કાળમાં પૌરાણિક દામોદર કુંડ ચૂનરી મનોરથના ઘરે બેઠા બેઠા કરો દર્શન

જૂનાગઢ : પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે પૌરાણિક દામોદર કુંડ ખાતે ચૂનરી મનોરથ યોજાયો હતો. મથુરા યમુના કિનારે વિશ્રામ ઘાટ જેવો જ મનોરથ દામોદર કુંડમાં ૨૫૧ ચૂનરીનો મનોરથ કરવામાં આવ્યો હતો. તિર્થધામોમાં પૌરાણિક દામોદર કુંડનું અનેરૂં મહત્વ છે. ચાર ધામની યાત્રા પછી પણ જો દામોદર કુંડમાં સ્નાન કરવામાં ન આવે તો ચારધામની યાત્રા અધુરી ગણાય છે. 

હાલ પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે જે રીતે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ મથુરામાં યમુના કિનારે વિશ્રામ ઘાટ પર જે રીતે ચૂનરી મનોરથ કરવામાં આવે છે. આ જ રીતે દામોદર કુંડમાં ૨૫૧ ચૂનરીનો મનોરથ કરાયો હતો. ભગવાનને કુંડમાં બિરાજમાન કરાયા હતા. તેની સામે ચૂનરી ધરાવવામાં આવી અને કુંડમાં જ આરતી પણ કરવામાં આવી હતી, ભાવિકોએ મથુરામાં યમુનાજી ના દર્શન જેવો લ્હાવો જૂનાગઢમાં માણ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news