રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટમાં ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેવા લાગી છે. રાજકોટ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે તો આજી નદીના પાણી રામનાથ પરા વિસ્તારમાં ફરી વળ્યા છે. રાજકોટમાં 2000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ આજી નદીમાં પાણીની આવક વધતા નદી કાંઠે ન જવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે. ફાયર વિભાગની 6 જેટલી ટિમ લાઉડસ્પીકર વડે આજી નદી, ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઇ સતત આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને 2 દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર મેઘમહેર જોવા મળી રહી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, અને રાજકોટમાં અતિભારે વરસાદ ખાબક્યો છે. સતત મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. 


સૌરાષ્ટ્રના 30થી વધુ ડેમોમાં પાણીની આવક જોવા મળી છે. ભાદર 1, ન્યારી, આજી અને શેત્રુંજી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેથી નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં નદી-નાળા અને ચેકડેમો છલકાયા છે.


રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો 111% વરસાદ, 13 ડેમ 100% ભરાયા
રાજકોટ જિલ્લામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા વરસાદથી જગતનો તાત ખુશ-ખુશાલ જોવા મળી રહ્યો છે. સારા વરસાદના પગલે રાજકોટ જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાં સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતથી આજ દિવસ સુધી સમગ્ર જિલ્લામાં મોસમનો 111% વરસાદ નોંધાઇ ચુક્યો છે જેમાં વીંછીયા તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામા 90%થી વધુ વરસાદ નોંધાઇ ચુક્યો છે. 


રાજકોટ જિલ્લામાં કુલ 25 ડેમ આવેલા છે જે પૈકી 13 ડેમ 100% ભરાયા
રાજકોટ શહેર અને જિલ્લામાં મળી કુલ નાની-મોટી સિંચાઇ યોજનાના 25 ડેમનો સમાવેશ થાય છે. આ પૈકી આજી-1 , ન્યારી -1 , આજી-2 , ન્યારી-2 સહિત 13 ડેમો 100% ભરાઇ ગયા છે. જ્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર સહિત 7 ડેમો 90%થી વધુ ભરાયા છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી પગલે તમામ ડેમ છલોછલ થવાની શકયતા જોવામાં આવી રહી છે. 


- રાજકોટ જિલ્લાના 13 ડેમ 100 %  ભરાયા
- રાજકોટ જિલ્લાના 7 ડેમ 90% થી વધુ ભરાયા
- રાજકોટ જિલ્લાનો 1 ડેમ 80% થી વધુ ભરાયા
- રાજકોટ જિલ્લાના 4 ડેમ 65% થી વધુ છે ભરાયા


દક્ષિણ ગુજરાતમાં વરસાદ 
નવસારીના વાંસદા અને ચીખલીના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કેલીયાડેમ ઓવરફલો થવામાં માત્ર 3 ફૂટ બાકી રહ્યો છે. ત્યારે વાંસદા અને ચીખલીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા 25 જેટલા ગામોને હાઈએલર્ટ કરાયા છે. કેલીયાડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર