દિવ્યેશ જોશી, રાજકોટઃ 15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. દર વર્ષની જેમ ખેલૈયાઓ આ વર્ષે પણ ગરબાની ધૂમ મચાવવા માટે તૈયાર છે. રાજ્યભરમાં નવરાત્રિના અનેક આયોજન થવાના છે. આ માટે તૈયારીઓ પણ થઈ ગઈ છે. પરંતુ આ વખતે નવરાત્રિ સાથે એક મોટી ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવા લોકોમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યાં છે. આ વચ્ચે ગરબા રમતા-રમતા તાજેતરમાં ત્રણ જેટલા લોકોના મોત થયા છે. હવે જો નવરાત્રિ દરમિયાન આવી કોઈ ઘટના બને તો તે માટે આયોજકો ખાસ તૈયારી કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્ટ એટેકે વધારી ચિંતા
ગુજરાતમાં ગામડાઓથી લઈને નાના અને મોટા શહેરોમાં નવરાત્રિનું આયોજન થતું હોય છે. મોટી સંખ્યામાં લોકો ગરબા રમતા હોય છે. પરંતુ આ વખતે ગરબા રમતા લોકોમાં હાર્ટ એટેકની ચિંતા રહેવાની છે. રાજ્યમાં હાર્ટ એટેકની જે ઘટનાઓ બની રહી છે, તેણે ગરબા આયોજકોની ચિંતા પણ વધારી દીધી છે. નવરાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના બને તો શું કરવું તે માટે પણ તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ખોડલધામના બેનર હેઠળ જે આયોજન થવાના છે તેમાં ખાસ તૈયારી કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ સુરતના ખેલૈયાઓમાં અનોખો ટ્રેન્ડ, આ વર્ષે દાંતમાં ડાયમંડ લગાવી ગરબે રમશે યુવતીઓ


ખોડલધામ દ્વારા ખાસ તૈયારી
ગરબા રમતા કે પ્રેક્ટિસ કરતા સમયે હ્રદય રોગના હુમલાની વધતી ઘટનાઓ ચિંતા વધારી રહી છે. ત્યારે ગરબાના આયોજકો આવી સંભવિત ઘટનાને ટાળવા માટે તૈયાર થઈ રહ્યા છે. રાજકોટમાં નવરાત્રિ મહોત્સવના આયોજન સમયે ગરબાના ગ્રાઉન્ડ પર મીની હૉસ્પિટલ ઉભી કરવામાં આવશે. ખોડલધામના બેનર નીચે 35 જગ્યાએ ગરબાનું આયોજન થઈ રહ્યું છે. અર્વાચીન રાસોત્સવનું આયોજન સાવચેતી સાથે કરવામાં આવશે. આયોજન સ્થળે મેડિકલ ઈમરજન્સી ટીમ અને 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.


ખોડલધામ સાથે જોડાયેલા હસમુખ લુણાગરિયાએ કહ્યું કે ખોડલધામના બેનર હેઠળ કુલ 35 જગ્યાએ નવરાત્રિના આયોજન થાય છે. પરંતુ આ વખતે હાર્ટ એટેકની ઘટના જોતા આયોજન સ્થળે મેડિકલ ઈમરજન્સી ટીમ અને 108ને સ્ટેન્ડ બાય રાખવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube