Rajkot News રાજકોટ : છેવાડાના વિસ્તારમાં ઝડપથી દવા મોકલવી હોય તો હવે એ પણ ગુજરાતમાં શક્ય બન્યું છે. એ દિવસો દૂર નહિ હોય કે છેવાડામાં રહેતા વ્યક્તિ સુધી ગણતરીની મિનિટોમાં તાત્કાલિક દવાની સામગ્રી પહોંચી જાય. રાજકોટ એઇમ્સ ડ્રોનના મારફતે દવા મોકલવામાં આવી હતી. ડ્રોનથી 40 કિલોમીટર દૂર દવા મોકલવાનું ટ્રાયલ સફળ થયુ હતું. રાજકોટ એઈમ્સથી સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં દવા મોકલવામાં આવી હતી. ત્યારે ઈમર્જન્સી કેસોમાં ડ્રોન દ્વારા દવા મોકલવી ફાયદારૂપ બની રહેશે. 
જે વિસ્તારોમાં ઝડપી કનેક્ટિવિટી નથી તે વિસ્તારોમાં ડ્રોન મારફતે ઝડપથી દવા મળી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રોન કેમ છે આશીર્વાદ સમાન?
ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, સર્વેલન્સ અને ખેતરોમાં દવાના છંટકાવ બાદ હવે આરોગ્ય ક્ષેત્રમાં ડ્રોનનાં ઉપયોગના દરવાજા ખુલી ગયા છે. નજીકનાં સમયમાં જ ડ્રોન તમારા ઘરનાં દરવાજા પર દવાની ડિલીવરી કરશે. આ માટેની શરૂઆત થઈ ચૂકી છે. ગત વર્ષે ઉત્તરાખંડનાં દુર્ગમ ક્ષેત્રોમાં ઋષિકેશ એઈમ્સથી દવાઓ પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે ટિહરીનાં જિલ્લા આરોગ્ય કેન્દ્ર સુધી દવાની ડિલીવરી કરીને સફળ ટ્રાયલ કરવામાં આવ્યું. આ સાથે જ ઋષિકેશ એઈમ્સ દવાની ડિલીવરી કરવામાં ડ્રોનનો ઉપયોગ કરનારું દેશનું પહેલું એઈમ્સ બન્યું છે. ત્યારે રાજકોટ એઈમ્સ દ્વારા પણ આ સુવિધા જલ્દી જ શરૂ થઈ શકે છે. 


સૌરાષ્ટ્રના આ વર્તમાન સાંસદો પર લટકતી તલવાર, લોકસભામાં ટિકિટ મળી તો ભયો ભયો


ડ્રોને 40 કિલોમીટર દૂર દવા મોકલી
આગામી સમયમાં ઈમરજન્સી કેસોમાં એઈમ્સ દ્વારા 40 કિલોમીટર સુધીના વિસ્તારોમાં ડ્રોન મારફત દર્દીઓ સુધી દવાઓ પહોંચાડાશે. જ્યાં કનેક્ટિવિટી નથી અને દર્દીઓને ઈમર્જન્સીમાં દવાની જરૂરીયાત ઉભી થાય તેવા કિસ્સાઓમાં આ ડ્રોન મારફતે આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચતી કરવા માટે આયોજન કરાયું છે. ગઈકાલે 3 કિલોગ્રામ દવા 40 કિલોમીટર દૂર ઉડાન ભરી સરપદડ આરોગ્ય કેન્દ્રથી ડ્રોન મારફત ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવી હતી. 


દર્દીઓની સેવામાં જિંદગી ખર્ચી નાંખનાર દયાળમુનીને પદ્મશ્રીની જાહેરાત, આયુર્વેદમાં છે


ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો : આ તારીખથી ગરમી લાગવાની થશે શરૂઆત