રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ, કુલ આંકડો 97 પર પહોંચ્યો
રાજકોટના જંગવડ ગામે એક વૃદ્ધનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અમદાવાદથી આવેલા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરમાં કોરોનાના 79 કેસ જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 96 પર પહોંચ્યો છે. હાલ 18 દર્દીઓ કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ગ્રામ્યમાં જંગવડ ગામે એક વૃદ્ધાનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે શહેરમાં 27 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજકોટમાં શહેરના 80 અને ગ્રામ્યના 17 મળીને કુલ પોઝિટિવ કેસનો આંકડો 97 પર પહોંચ્યો છે.
અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓ માટે સરકારે બહાર પાડી એડવાઈઝરી, ખાસ જાણો
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં 27 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતીનો અમદાવાદથી રાજકોટ પરત આવ્યાં બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાજુ ગ્રામ્યની વાત કરીએ તો રાજકોટના જંગવડ ગામના વૃદ્ધા અમદાવાદથી પરત આવ્યાં હતાં અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ હિસ્ટ્રી ચકાસી તપાસ શરૂ કરી દીધી છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધીમાં કુલ 17 કેસ નોંધાયા છે. રાજકોટનો કુલ કોરોના કેસનો આંકડો 97 પર પહોંચ્યો છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube