સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટના માલિયાસણ ગામે અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટના માલિયાસણ ગામે ભૂવા દ્વારા ધૂણીને લગ્ન કરાવાનો દાવો કરી રૂપિયા પડાવનાર ભૂઆનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અરજણભાઇ ભીખાભાઇ નામના વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી રૂપિયા લઇને કામ કરી આપવાનું કહિ લોકોને મૂર્ખ બનાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કામ કરી આપવાની લાલચ આપીને વીધી કરવાના બહાને આ ભૂવા દ્વારા લોકોને લૂંટવામાં આવે છે. મહત્વનું છે, છેલ્લા એક વર્ષથી વિજ્ઞાન જાથા દ્વારા તેના પર વોચ રાખવામાં આવી હતી. આ ભૂવા દ્વારા તાંત્રિક વિધી કરીને લોકોના કામ કરી આપવાનું કહીને લૂંટ ચલાવનાર ભૂવાની પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ ભૂવાની પોલીસ દ્વારા ઘરપકડ પણ કરવામાં આવી શકે છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવાનો સમય વધારાયો, જુઓ શું છે નવો ટાઈમિંગ


માલિયાસણ ગામમાં એક ઘરમાં માતાજીનો મઢ બનાવીને લોકોને અરજણભાઇ નામનો શખ્શ લોકોના અટકાયેલા કામ કરી આપવાની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. વિજ્ઞાન ગાથા દ્વારા સમગ્ર ઘટનાક્રમનો પર્દાફાશ કરીને આ ભૂવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.


ગુજરાતના આ રસ્તાઓ છે સૌથી જોખમી, થાય છે સૌથી વધુ અકસ્માતો


દોરાધાગા અને તાંત્રિક વિધીઓના નામે લોકો પાસેથી રૂપિયા પડાવનાર ભૂવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિજ્ઞાન જાથાના અધિકારીઓ તથા પોલીસ દ્વારા એક ભૂવાની માફી મંગાવામાં આવી હતી. મહત્વનું છે, કે આ ભૂવા દ્વારા એક વ્યક્તિ આવ્યો જેણે કહ્યું કે મારા લગ્ન થતા નથી. ભૂવાએ ત્રણ મહિનામાં લગ્ન થશે એવું કહીને 21 હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું, વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા ભૂવાને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે.