Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : અવાર નવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા બાગેશ્વર ધામના પ્રખ્યાત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર હવે ગુજરાતમાં લાગશે. રાજકોટમાં બાબા બાગેશ્વરનો ભવ્ય દિવ્ય દરબાર ભરાનાર છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ લોક દરબાર યોજાશે. આગામી 1 અને 2 જુનના રોજ બાબા બાગેશ્વરનો દરબાર રાજકોટમાં યોજાનાર છે. તેના માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રેસકોર્સ મેદાનમાં લાખોની મેદની ઉમટે તેવી શક્યતા છે. ld/ejs રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં જ વિવાદ ઉઠ્યો છે. કોમર્શિયલ કો-ઓપ બેંકના CEO એ બાબાને પડકાર ફેંક્યો છે. પુરશોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો. કોમર્શિયલ કો-ઓપ બેંકના CEOએ પોસ્ટમાં પૂછ્યુ કે, બાબા જણાવે કે ડ્રગ્સ ક્યાંથી આવે છે. રાજકોટમાં ડ્રગ્સ કોના ઈશારે આવે છે તેનો જવાબ આપનારને 5 લાખનું ઈનામ આપવાની કરી જાહેરાત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારમી હાર બાદ ફૌજ લઈને કર્ણાટક પહોંચનારા ગુજરાતના નેતાની આવી પ્રથમવાર પ્રતિક્રિયા


અવારનવાર પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહેતા અને હિન્દુ રાષ્ટ્રનું અભિયાન છેડનારા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર હવે રાજકોટ શહેરમાં પણ યોજાનાર છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાનું નિવેદન સામે આવ્યું છે. પુરુષોત્તમ પીપળીયાએ પોતાના facebook એકાઉન્ટ પર જુદી જુદી ચાર જેટલી પોસ્ટ મૂકી છે. જેમાં પુરુષોત્તમ પીપળીયાએ લખ્યું છે કે, તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે પાંચ લાખનું ઇનામ. જ્યારે કે અન્ય પોસ્ટમાં તેમણે લખ્યું છે કે તાંત્રિક બાબા વાઘેશ્વરના રાજકોટના દરબાર થી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે. તો સાથે જ ત્રીજી પોસ્ટમાં લખ્યું છે કે હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસપદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. જ્યારે કે ચોથી પોસ્ટમાં લખ્યું છે કે બીલીવોર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠીઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો!


હવે નિર્ભય બની અમદાવાદની રીક્ષાઓમાં ફરો, તમારી સુરક્ષા માટે પોલીસે બનાવ્યો આ પ્લાન



ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 1 જૂન અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ આવતીકાલે બુધવારના રોજ રાજકોટ ખાતે સમિતિ કાર્યાલય પણ ખુલવાનું છે. 


તો અગાઉ રાજકોટ ખાતે મોરારીબાપુને ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મીડિયાએ પૂછતા મોરારીબાપુએ કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો મને બહુ પરિચય નથી. જ્યારે કે 11 મહિના પૂર્વે મોરારીબાપુની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાપુના વખાણ કરતા થાકતા નહોતા. ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા મોરારીબાપુને પ્રવર્તમાન યુગના તુલસી કહેવામાં આવ્યા હતા.


ગુજરાતના આ શહેરમાં ભરાશે ફેમસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર