હવે નિર્ભય બનીને અમદાવાદની રીક્ષાઓની સવારી માણો, તમારી સુરક્ષા માટે પોલીસે બનાવ્યો આ પ્લાન

Nirbhaya Project : અમદાવાદના તમામ રિક્ષાચાલકો(Auto Rickshaw) અને ટેક્સીચાલકોને ક્યુઆર કોડ (QR Code)  સાથે એટેચ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે
 

હવે નિર્ભય બનીને અમદાવાદની રીક્ષાઓની સવારી માણો, તમારી સુરક્ષા માટે પોલીસે બનાવ્યો આ પ્લાન

Ahmedabad News : અમદાવાદમાં ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. અમદાવાદમાં ગુનાઓ વધી રહ્યા છે. તે જોતા હવે નાગરિકોની સલામતી બહુ જ જરૂરી બની રહે છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે નવુ ઝુંબેશ હાથમાં લીધે છે. અમદાવાદની તમામ રીક્ષાઓ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે. આ માટે પોલીસ દ્વારા નિર્ભયા સવારી પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં તમામ રિક્ષાચાલકો (Auto Rickshaw) અને ટેક્સીચાલકોને ક્યુઆર કોડ(QR Code)  સાથે એટેચ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

શું છે નિર્ભયા સવારી પ્રોજેક્ટ
અમદાવાદના તમામ રિક્ષાચાલકો(Auto Rickshaw) અને ટેક્સીચાલકોને ક્યુઆર કોડ (QR Code)  સાથે એટેચ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મુસાફર રિક્ષા પર લગાવેલા ક્યુઆર કોડ સ્કેન કરશે એટલે રિક્ષા કે ટેક્સીચાલકની તમામ ડિટેઈલ મોબાઈલમાં આવી જશે. પોલીસ હાલ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ માહિતી ભેગી કરી ફોર્મ બનાવી રહી છે. અમદાવાદની દરેક રિક્ષાને ટૂંકો યૂનિક આઈડેન્ટિફિકેશન કોડ અને QR ટેગ આપવામાં આવશે. કોડમાં રિક્ષા કયા RTOમાંથી રજિસ્ટર થયેલી છે તે દર્શાવતો ઘટક હશે, જેથી પેસેન્જર્સ સરળતાથી તે યાદ રાખી શકે. કોડ અને QR ટેગ રિક્ષામાં 5 જગ્યાએ લગાવેલા હશે જેથી પેસેન્જર દરેક એન્ગલથી તેને જોઈ શકે. કોડ એટલો નાનો હશે કે મુસાફરો તેને યાદ રાખી શકશે. 

ગુનાખોરી અટકાવવાનો પ્રયાસ
દર વર્ષે શહેરમાં આશરે 300 જેટલા ગુના નોંધાય છે જે રિક્ષામાં થયા હોય છે. છેલ્લા કેટલાક સમયથી મુસાફરો સાથે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. પેસેન્જર સાથે લૂંટફાટ, મહિલા મુસાફરની છેડતી જેવા બનાવો અટકે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ પ્રોજેક્ટ મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી રીક્ષામાં થતા ગુનાને કન્ટ્રોલમાં લાવી શકશે.

મોબાઈલ એપમાં રીક્ષાનો ડેટા ભેગો કરાશે
અમદાવાદ પોલીસની માહિતી અનુસાર, અમદાવાદમાં અંદાજે દોઢ લાખ રીક્ષા છે. જેમાં રીક્ષા, ડ્રાઈવર અને રીક્ષાના માલિકની માહિતી એકઠી કરવામાં આવશે. આ માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરાશે. જને ફ્રીમા ડાઉનલોડ કરી શકાશે. આ એપમાં રીક્ષાચાલક અને રીક્ષા માલિક બંનેની માીહિતી હશે. જે મુસાફરને મદદરૂપ સાબિત થશે. સાથે જ તેમાં ડ્રાઈવરનો ફોટોગ્રાફ, કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ જેવી વિગતો પણ મૂકાશે. રિક્ષા પર કોઈ ખાસ પ્રકારનું સ્લોગન લખેલું હશે તેની માહિતી પણ રખાશે, જેથી સરળતાથી રિક્ષાની ઓળખ થઈ શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news