રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ, સ્નેહમિલનની પત્રિકામાંથી દિગ્ગજ નેતાઓના નામ ગાયબ
રાજકોટ ભાજપ (rajkot bjp) માં આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયું છે. 15 નવેમ્બરને યોજાનારા પાર્ટીના ભવ્યાતિભવ્ય સ્નેહમિલનની પત્રિકામાં ધારાસભ્યો અને સાંસદોના નામ ન છપાતા વિવાદ વકર્યો છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ ગણાતા સાંસદ મોકરિયા, મોહન કુંડારિયા અને MLA ગોવિંદ પટેલનું નામ સ્નેહમિલન પત્રિકમાંથી અદ્રશ્ય થયું છે.
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ ભાજપ (rajkot bjp) માં આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયું છે. 15 નવેમ્બરને યોજાનારા પાર્ટીના ભવ્યાતિભવ્ય સ્નેહમિલનની પત્રિકામાં ધારાસભ્યો અને સાંસદોના નામ ન છપાતા વિવાદ વકર્યો છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ ગણાતા સાંસદ મોકરિયા, મોહન કુંડારિયા અને MLA ગોવિંદ પટેલનું નામ સ્નેહમિલન પત્રિકમાંથી અદ્રશ્ય થયું છે.
રાજકોટ શહેર ભાજપના સ્નેહલમિલનની પત્રિકાથી વિવાદ ઉભો થયો છે. સ્નેહ મિલનના આમંત્રણ પત્રિકામાં દિગ્ગજ ધારાસભ્યો અને સાંસદોના જ નામ નથી મૂકાયા. રામભાઈ મોકરિયા, મોહન કુંડારિયા અને MLA ગોવિંદ પટેલનું નામ પત્રિકામાં લખાયુ જ નથી. સત્તામાં બેઠેલા સિનિયર નેતાના નામ અદ્રશ્ય થતાં વિવાદ વકર્યો છે. જોકે, બીજી તરફ, પૂર્વ CM રૂપાણી, કેબિનેટ મંત્રી અરવિંદ રેયાણીનું નામ પત્રિકામાં મૂકાયુ છે. રાજકોટની પત્રિકામાં નામ ગાયબ છે, પણ મોરબીની પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે. મોરબીની પત્રિકામાં ધારાસભ્યો, સાંસદોના નામનો ઉલ્લેખ છે.
આ પણ વાંચો : અજીબોગરીબ ઘટના, સુરતના કારખાનેદારના ઘરે વગર માંગ્યે પહોંચી ગયો ચાર બોક્સ ભરીને દારૂ
ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલાં જ રામ મોકરિયા ભાજપના જૂથવાદ પર બોલી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર રાજકોટ શહેર ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો છે. સિનિયર નેતાઓના નામ ભૂલાતા અનેક સવાલ ઉઠ્યા છે. 15 નવેમ્બરે રાજકોટમાં યોજાનાર સ્નેહમિલન પહેલા જ ધડાકો બોલાયો છે.
ત્યારે ભાજપના આંતરિક જૂથવાદ મામલે શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ કહ્યું કે, ભાજપમાં કોઈ જૂથવાદ નથી. પ્રદેશ દ્વારા જે નામો સુચવામાં આવેલ તે નામો જ લખવામાં આવ્યા છે. રામભાઈ મોકરિયા એકના જ નહિ, બીજા પણ નેતાઓના નામ નથી લખ્યા. ભાજપમાં કાર્યક્રમો પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરવામાં આવે છે. પ્રદેશ ભાજપ દ્વારા જે નામો મોકલવામાં આવ્યા તે જ નામો પત્રિકામાં લખ્યા છે. આંતરિક કોઈ વિવાદ નથી.