ગૌરવ દવે/રાજકોટ :આજે ભાજપ રાજકોટ (Rajkot) મા પોતાનુ શક્તિપ્રદર્શન બતાવી રહ્યું છે. રાજકોટમાં ભાજપના ભવ્ય રોડ શોનો પ્રારંભ થયો છે. ભારે તામઝામ સાથે રાજકોટના રસ્તા પર ભાજપ (BJP Gujarat) ના કાર્યકર્તાઓ ગાડી લઈને નીકળી પડ્યા છે. ત્યારે રોડ શોના રૂટ પર ભારે તામઝામ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. રોડ શો માટે ભુપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પહોંચી ગયા છે. તો પૂર્વ વિજય રૂપાણી અને વજુભાઈ વાળા પણ રોડ શોમાં જોડાયા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોડ શોમાં લોકોએ મુખ્યમંત્રી પર ફૂલની પાંખડીઓનો વરસાદ કરી રહ્યા છે. તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો આ ભવ્ય રોડ શો 100 ગાડી અને 1000 બાઇકના જંગી કાફલા સાથે નીકળ્યો છે. જેમાં ઠેરઠેર ભાજપના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યાં છે. 


3.5 કિમીનો રોડ શો
આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (gujarat cm) ની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યાં. 3.5 કિલોમીટરનો ભાજપ (BJP) નો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.