Rajkot BJP : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે સૌથી વધારે ડખા રાજકોટ અને સૌરાષ્ટ્રની બેઠકોમાં પડ્યા છે. ભાજપ ભલે કહે કે બધું સમૂસૂતરું છે પણ સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં સૌથી વધારે અસંતોષનો માહોલ છે. ટિકિટ માટે ઘણા નેતાઓએ હાઈકમાન્ડ સુધી રજૂઆતો કરી હોવા છતાં મંત્રીઓની ટિકિટો કપાઈ ગઈ હતી. છેક છેલ્લા દિવસ સુધી  ભાજપમાં  કકળાટ ચાલ્યો હતો. પાટીલે ખુદ જઈને આ રોષ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. મોદીની સભામાં પણ આ બાબતની અસર જોવા મળી હતી. હવે ભાજપ પ્રચંડ બહુમતિથી વિજેતા બન્યું હોવાથી આ મામલો સાઈડલાઈનમાં થઈ ગયો છે પણ ભાજપ કોઈને છોડવાના મૂડમાં નથી. અનેક બેઠકો પર પક્ષના નેતાઓ અને અગ્રણી કાર્યકર્તાઓએ જે રીતે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હતી અને સત્તાવાર ઉમેદવારને પરાજીત કરવા માટે કારસા રચ્યા હતા તે અંગે મોવડી મંડળને ફરીયાદ કરાઈ હતી. રાજકોટમાં તો નામજોગ ફરિયાદો થઈ છે. જેમાં મસમોટા નેતાઓના નામ છે. ભાજપે ખરેખર કાર્યવાહી કરી તો સૌથી વધારે અસર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં થશે. શિસ્ત સમિતિની બેઠકમાં સૌરાષ્ટ્રની બેઠકો પર થયેલા પક્ષ વિરુદ્ધ કૃત્યો અંગે વિચારણા થઇ હતી અને આગામી દિવસોમાં હવે એમાં કેવાં પગલાં લેવાય છે એ તો આગામી સમય જ બતાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના સુત્રો મુજબ રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ બંને બેઠકો પરની ફરિયાદો સૌથી વધુ મળી છે તેમાં કેટલાક માથાંના નામ પણ છે અને તેથી તેને મોવડી મંડળ ગંભીરતાથી લઇ રહ્યું છે. રાજકોટમાં જૂના જોગીઓની ટિકિટો કાપીને નવાને ટિકિટ અપાઈ હતી. જે સામે બારે વિરોધ હતો. બળવાખોરોએ ભાજપના ઉમેદવારોને ઘરભેગા કરવા માટે તમામ પ્રયાસો કર્યા હોવા છતાં તેઓ અહીં વિજેતા બન્યા છે. જોકે રાજકોટ પશ્ચિમ સીટ ભાજપે પ્રચંડ બહુમતી સાથે મેળવી હોવાથી આ બેઠકમાં ભાજપની જીત માટે કામ કરનાર અગ્રણીઓએ ‘મોટુ મન’ રાખીને કોઇ ફરિયાદ નહીં કરવા નિર્ણય લીધો હતો. તેથી વિધાનસભા-69માં કાર્યવાહી થશે કે નહીં તે અંગે મોવડીમંડળ પોતાની રીતે તપાસ કરીને નિર્ણય લેશે. જ્યારે રાજકોટ ગ્રામ્ય સીટ અંગે પણ આ જ પ્રકારે સ્થિતિ હોવાનું માનવામાં આવે છે. પરંતુ પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ હતી ત્યાં જે જે અગ્રણીઓએ પક્ષ વિરૂધ્ધ પ્રવૃત્તિ કરી છે તેની સામે આકરાં પગલાં લેવાઇ તેવી શક્યતા છે.


આ પણ વાંચો : 


શું આપના ઈસુદાન ગઢવીનો ગુજરાતમાં ચાલશે ‘જાદુ’, પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળતાં જ...


બાપા ચૂંટણીમાં તમે જ અમારી વિરુદ્ધ કામ કર્યું હતું, ભાજપની શિસ્ત સમિતિના ધજાગરા


ભાજપમાંથી અહીં જીતનારા સારી રીતે જાણે છે કે જેમને બળવાખોરી કરી છે એમની કારી હવે ફાવી નથી. હવે એમના વિરોધમાં જઈને ફરિયાદો કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે ભાજપ અહીં વન-વે વિજેતા બન્યું છે. ભાજપે અહીં સાબિત કરી દીધું છે કે રાજકોટ એ કોઈ નેતાનો ગઢ નથી પણ ભાજપનો ગઢ છે. આમ રાજકોટમાં બળવાખોરી છતાં ભાજપની જીતે સંગઠનમાં નવો જોશ ભરી દીધો છે. પહેલાં સ્થાનિક નેતાઓના દબદબાનો ડર હતો. હવે એ ડર ભાજપ સંગઠનને જતો રહ્યો છે.


આ પણ વાંચો : બાબુલાલ નીકળ્યા કલાકાર! BJP કાર્યકરોનો રોષ જોઈ બાબુ જમનાએ પલટી મારી, ભારે નાટક કર્યા