સફેદ દૂધનાં કાળા કારોબારનો પર્દાફાશ, તમારી હેલ્થ સાથે રમત કરી રહેલા આરોપીઓમાંથી એકની ધરપકડ
રાજકોટમાં સફેદ દૂધનાં (White Milk) કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસે (Rajkot Police) મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોકમાંથી 1 હજાર લીટર ભેળસેળ યુક્ત નકલી દૂધ ભરેલું ટેન્કર (Milk Tanker) ઝડપી લીધું હતું
ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં સફેદ દૂધનાં (White Milk) કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. રાજકોટ પોલીસે (Rajkot Police) મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોકમાંથી 1 હજાર લીટર ભેળસેળ યુક્ત નકલી દૂધ ભરેલું ટેન્કર (Milk Tanker) ઝડપી લીધું હતું. પોલીસ પુછપરછમાં ટેન્કરનાં ડ્રાઇવરે કહ્યું હતું કે, ઉપલેટાનાં ઢાંકની ડેરીમાંથી દૂધ (Dairy Milk) લઇને નિકળતો અને જ્યાં દૂધ આપવાનું હોય તે રાજકોટ (Rajkot) પહોંચીને ફોન આવે ત્યાં આપવામાં આવતું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં રાજકોટ શહેરમાં દરરોજ અંદાજીત 10 હજાર લીટર દૂધનું વેંચાણ થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ તો પોલીસે રાજકોટ મહાનગરપાલીકાનાં (Rajkot Municipal Corporation) ફુડ વિભાગને બોલાવીને ઝડપી લેવામાં આવેલા દૂધનાં નમુના લઇને લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી તપાસ શરૂ કરી છે.
જો તમે રાજકોટમાં (Rajkot) રહો છો અને ડેરીનું છુટક દૂધ પીવો છો તો આ સમાચાર તમારા માટે ચોંકાવનારા છે. દૂધને (Milk) સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. પ્રસુતાઓ અને બાળકોને તો રોજીંદા આહારમાં દૂધ પીવાનો આગ્રહ કરાય છે. પરંતુ આ દૂધ ખરેખર સ્વાસ્થ્યપ્રદ (Health) છે કે નહિં તેની શું ગેરેંટીં તે મોટો સવાલ ઉદભવી રહ્યો છે. કારણ કે, રાજકોટ પોલીસે (Rajkot Police) શહેરનાં યુનિવર્સિટી રોડ પર આવેલા પંચાયત ચોકમાંથી ભેળસેળ યુક્ત દૂધનાં ટેન્કરને (Milk Tanker) ઝડપી પાડ્યું હતું. જેમાં 1 હજાર લીટર ભેળસેળ યુક્ત દૂધ (Adulterated Milk) મળતા પોલીસે રાજકોટ મહાનગરપાલીકાનાં ફુડ વિભાગને જાણ કરી હતી.
આ પણ વાંચો:- આણંદ પોલીસે આરોપીઓને ઝડપી બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો, બે મહિલા સહિત પાંચ ની ધરપકડ
ફુડ વિભાગનાં (Rajkot Food Department) અધિકારીઓ દ્વારા ટેન્કરમાં રહેલા દૂધનાં (Milk) નમુના લીધા હતા. પોલીસ તપાસમાં દૂધનાં ટેન્કરનાં (Milk Tanker) ડ્રાઇવરે પેડક રોડ પર આવેલી શિવ શક્તિ ડેરી અને પેલેસ રોડ પર આવેલી આશાપુરા ડેરીમાં દૂધ આપવા જવાનો હોવાની માહિતી આપી હતી. જેને આધારે ફુડ વિભાગે ત્યાંથી પણ દૂધનાં નમુના લઇને વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે. ફુડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે, દૂધ ઉપલેટાનાં ઢાંક ગામથી આવ્યું હોવાનું સામે આવ્યું છે. જો સેમ્પલ ફેઇલ થશે તો તેમની સામે પોલીસ ફરીયાદ સહિતની કાર્યવાહી થઇ શકે છે.
આ પણ વાંચો:- Only Indian ના નામથી જાણીતા આ ગુજ્જુની અનોખી સેવા, સાયકલ પર ફરીને કરે છે સેવાયજ્ઞ
રાજકોટ પોલીસને માહિતી મળી હતી તે મુજબ, છેલ્લા ઘણાં સમયથી રાજકોટમાં ભેળસેળ યુક્ત દૂધનું વેચાણ કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું. જેને આધારે પોલીસે દૂધનું ટેન્કર રોકી તપાસ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં અખાદ્ય દૂધ હોવાનું જણાયું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ વી. કે. ઝાલાએ દૂધ પિતા કોગળો કરી નાખ્યો હતો. જ્યારે ટેન્કરનાં ડ્રાઇવર રાજુ ટોળિયાએ તો દૂધ પીવાની જ ના પાડી દીધી હતી. ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉપલેટાનાં ઢાંક ગામનાં વિજય નામનો શખ્સ રાજકોટ દૂધ સપ્લાય કરતો હોવાનું ડ્રાઇવરની પુછપરછમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો:- જૂનાગઢ પરેડમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, ASI માતાની Dysp દીકરાને સલામી
પોલીસે ફોન કરતા ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઇ ગયો છે. જોકે ટેન્કર રાત્રે 1 વાગ્યે 1600 લીટર દૂધ ભરીને રાજકોટ આવ્યું હતું જેમાંથી 600 લીટર દૂધ સપ્લાય કરી દીધું હતું. જ્યારે 1 હજાર લીટર દૂધ ઝડપાઇ ગયું હતું જેના સેમ્પલ લઇને નાશ કરવામાં આવ્યો છે. છેલ્લા 1 વર્ષ થી રાજકોટમાં દૂધ મોકલવામાં આવતું હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે પોલીસે ફુડ વિભાગ સાથે મળીને દૂધના નમુનાં વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:- જામનગરમાં જળસંકટના ભણકારા : હવે વરસાદ ખેંચાશે તો બે મહિના બાદ પાણી માટે વલખા મારવા પડશે
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બુટલેગરો દ્વારા જે રીતે દારૂ માટે નવા-નવા કિમિયા અજમાવવામાં આવે છે તે રીતે ભેળસેળ યુક્ત દૂધ ભરેલા ટેન્કરનાં ડ્રાઇવરને દૂધ ક્યાં આપવાનું છે તેની કોઇ જ માહિતી આપવામાં આવતી નહોતી. ઢાંક બેઠેલા વિજય નામનો શખ્સ ટેન્કર રાજકોટ પહોંચે પછી એક ડેરીનું નામ આપતો હતો. જ્યાં દૂધની ડિલેવરી થઇ ગયા પછી બીજી ડેરીનું નામ ફોન પર જ કહેતો હતો. હાલ તો પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી પુછપરછ શરૂ કરી છે. જોકે ભેળસેળ યુક્ત દૂધ બનાવનાર વિજય નામનો શખ્સ ડેરીએ તાળા મારીને ફરાર થઇ ગયો છે. જોકે પોલીસ હવે આ પ્રકારે શંકાસ્પદ દૂધ ભરેલા વાહનો પર આગામી દિવસોમાં પૂરી નજર રાખીને તવાઇ બોલાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube