રાજકોટમાં બ્લેક ફંગસનો હાહાકાર, 500 દર્દી દાખલ, રોજ 15 ઓપરેશન
હાલ રાજકોટ સિવિલ (Rajkot Civil) માં 400 થી વધું દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આા રોગ સામે બાથ ભીડવા સિવિલના ત્રણ ઇએનટી સર્જન, એનેસ્થેસિયા, પ્લાસ્ટિક સર્જન, આખના સર્જન સહિતની ટીમો ખડેપગે છે.
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસે (Mucormycosis) હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં સૌથી વધુ મ્યુકરમાઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓ રાજકોટ (Rajkot) માં નોંધાયા છે. હાલ રાજકોટ સિવિલ (Rajkot Civil) માં 400 થી વધું દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આા રોગ સામે બાથ ભીડવા સિવિલના ત્રણ ઇએનટી સર્જન, એનેસ્થેસિયા, પ્લાસ્ટિક સર્જન, આખના સર્જન સહિતની ટીમો ખડેપગે છે. દરરોજ 30 નવા દર્દીઓ સરેરાશ દાખલ થઇ રહ્યા છે. 500 બેડની હોસ્પિટલ હાઉસફુલ થતા હવે સમરસ હોસ્ટેલ ખાતે દર્દીઓને ખસેડવામાં આવશે. આજે 7 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
બ્લેક ફેગસ (Black Fungus) ની ગંભીરતા વચ્ચે એક સારા સમાચાર કહી શકાય કે પ્રથમ વાર મ્યુકર માઈકોસિસના 7 જેટલા દર્દીઓને આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં હાલ 400થી વધુ દર્દીઓ મ્યુકર માઈકોસિસ (Mucormycosis) ની સારવાર લઈ રહ્યા છે. દરરોજ 15 દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે અને દરરોજ 30 જેટલા દર્દીઓની ઓપીડી આવી રહી છે. આ બધા વચ્ચે આજે પ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાંથી 7 દર્દીઓને રજા આપવામાં આવશે.
કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: સરકારે મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની કરી જાહેરાત
મ્યુકર માઈકોસિસ (Mucormycosis) ની સારવાર લઈ રહેલા સાત જેટલા દર્દીઓને સર્જરી સહિતની સારવાર કરવામાં આવી હતી અને સારવાર કારગત નીવડી હતી અને તેમની તબિયતમાં સુધારો નોંધાતા આ તમામ દર્દીઓને આજે સાંજ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ દર્દીઓને ઘરમાં પુરતી સાવધાની રાખવા અને જરૂર પડ્યે હોસ્પિટલમાં આવવાની સુચના આપવામાં આવશે. મ્યુકર માઈકોસિસની સારવાર ખુબ જ લાંબી હોવાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધતા બેડ ફુલ થવા લાગ્યા છે.
જો કે હવે ડિસ્ચાર્જ પોલીસીમાં સુધારો આવ્યો હોવાથી આઠ દિવસમાં યોગ્યફ સારવાર આપવા બાદ રજા આપવામાં આવશે અને સિવિલમાં દર્દીઓની સંખ્યા ફુલ થઈ જતા સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરનો એક માળ મ્યુકર માઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યો છે અને સિવિલમાં ઓપરેશન બાદ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને સમરસ હોસ્ટેલમાં ખસેડવાનું શરુ કરાયું છે.
ન્યૂયોર્કમાં લૂંટના ઇરાદે આણંદના પટેલ યુવકની હત્યા, પોલીસે હત્યારાઓની કરી ઓળખ
સિવિલમાં 21 દિવસમાં 150 સર્જરી કરાઈ
મ્યુકર માઈકોસિસ (Mucormycosis) ના દર્દીઓ સિવિલમાં વધવા લાગતા ઈએનટી સર્જનોની ત્રણ ટીમ દ્વારા 24 કલાક ઓપરેશન કરવાની કામગીરી થઈ રહી છે. ત્રણ ટેબલ ઉપર ઓપરેશન થઈ રહ્યા છે છતાં ઓપરેશન માટે દર્દીઓનું લાંબુ વેઈટીંગ હોવાથી સિવિલ અધિક્ષક દ્વારા ઓપરેશનના ટેબલ વધારવા 20 લાખના સાધનોની ખરીદી માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. સિવિલમાં છેલ્લા 21 દિવસમાં 150 સર્જરી કરવામાં આવી છે.
કોરોનામાંથી સાજા થયા પછી ડાયાબીટીસ વધવુ ન જોઇએ
કોરોના (Corona) માંથી સાજા થયા પછી હવે નવી ઉપાધિ મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) (ફંગસ)ની આવી છે. કોરોનાથી પણ વધુ ઘાતક આ રોગ છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી નેગેટિવ રિપોર્ટ આવીને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ અતિ ગંભીર સાવચેતી રાખવી જરૂરી છે. મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) થવા પાછળ ડાયાબીટીસ સૌથી વધુ કારણભૂત છે. કોરોનાના દર્દી સાજા થયા પછી પણ જો સતત 15 દિવસ સુધી ડાયાબીટીસ 200થી વધુ રહેતુ હોય તો મ્યુકરમાઇકોસીસ(ફંગસ) થવાનું જોખમ વધુ રહે છે. સ્યુગર સતત 200થી વધુ રહેતુ હોય તો તુરંત જ તબીબી સલાહ લેવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube