રાજકોટઃ રાજકોટમાં ગઈકાલે આજી ડેમ ચોકલી ઓવરબ્રીજની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં બે નિર્દોશ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના પ્રગટ કરી છે અને બંન્નેના મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ આ બે મૃતક વ્યકિતઓના પરિવારજનોની વિપદામાં પડખે ઊભા રહેતાં બેય મૃતક વ્યકિતઓના પરિવારને રૂ. ૪-૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ગઇકાલે સોમવારે થયેલી આ દુર્ઘટનાની મેજીસ્ટ્રીયલ તપાસના આદેશો પણ રાજકોટ જિલ્લા કલેકટરને તત્કાલ આપેલા છે. 


વિજયભાઇ રૂપાણીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા  સ્વ.ભુપતભાઇ મીયાત્રા અને સ્વ.વિજયભાઇ વિરડા  એમ બે મૃતકોના  પરિવાર ને રૂ.૪-૪ લાખ મળી કુલ ૮ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ચુકવવાની સૂચના પણ આજે જિલ્લા કલેકટરને આપી છે 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube