Rajkot News: વિદેશોમાં હજુ ગુજરાતીઓની હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે રાજકોટના સિંધી વેપારીની દક્ષિણ આફ્રિકામાં કરપીણ હત્યા થઈ છે. હબસી લૂંટારુઓ દ્વારા આશરે 70 લાખની લૂંટ ચલાવી રાજકોટના સિંધી વેપારીની હત્યા કરી નાંખી છે. દક્ષિણ આફ્રિકામાં જે સિંધી વેપારી હબસી લૂંટારુંઓનો ભોગ બન્યો છે તેનું નામ હરેશ નેભા છે. આ વેપારી દાયકાઓ પહેલાં આફ્રિકા સ્થાઈ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસીયો રૂપાળો રંગ રેલીયો...લાઈટબીલ બાકી હોય તેઓને કંઈક આ રીતે UGVCLના કર્મીએ કરી અપીલ


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, આફ્રિકામાં રાજકોટના સિંધી વેપારીની હત્યાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. ઇસ્ટ આફ્રિકાના મડાગાસ્કર ખાતે ગત ચોથી માર્ચના રોજ લુંટ વિથ મર્ડરનો બનાવ બન્યો હતો. હરેશ નેભાની નામના વેપારી ધંધાના સ્થળેથી કારમાં ઘર તરફ જતા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં આ ઘટના બની હતી. 


ગુજરાત પર ભારે આગામી 4 દિવસ! ભરઉનાળે કાળાડિબાંગ વાદળ લઈ વિહાર કરી રહ્યાં છે વરુણદેવ


રસ્તા પર બાઈક પર આવેલા બે હબસી લૂંટારુઓએ રાજકોટના સિંધી વેપારી હરેશ નેભાની પર ધડાધડ ગોળીઓ ધરબી રોકડ અને લેપટોપની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનામાં હરેશ નેભાણીની હત્યા થઈ હતી જ્યારે પિતરાઈ ભાઇનો ચમત્કારી બચાવ થયો હતો.


ઓટોમેટિક કાર તૈયાર કરવાની દિશામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ભરી હરણફાળ, દોડાવી કાર