રાજકોટ : લોકાર્પણના 5 મહિના બાદ આખરે સોમવારથી નવા બસપોર્ટમાં બસો દોડશે
રાજકોટ શહેરના આઇકોનીક ગણાતા નવા બસપોર્ટનું ગત પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી શાસ્ત્રી મેદાન સ્થિત જુના બસ સ્ટેન્ડમાંથી જ બસ ઉપડે છે. લોકાર્પણ ના 5 મહિના બાદ સોમવારથી બસપોર્ટ પરથી 33 તાલુકા જિલ્લા તરફ જતી એસટી શરૂ થશે. અમદાવાદ અને સુરત ખાતે રૂટ પર સોમવારથી બસપોર્ટ પરથી શરૂ થશે. જ્યારે અન્ય રાજ્યોમાં જતી બસના રૂટ આગામી દિવસોની અંદર તબક્કાવાર શરૂ કરવમાં આવશે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેરના આઇકોનીક ગણાતા નવા બસપોર્ટનું ગત પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી શાસ્ત્રી મેદાન સ્થિત જુના બસ સ્ટેન્ડમાંથી જ બસ ઉપડે છે. લોકાર્પણ ના 5 મહિના બાદ સોમવારથી બસપોર્ટ પરથી 33 તાલુકા જિલ્લા તરફ જતી એસટી શરૂ થશે. અમદાવાદ અને સુરત ખાતે રૂટ પર સોમવારથી બસપોર્ટ પરથી શરૂ થશે. જ્યારે અન્ય રાજ્યોમાં જતી બસના રૂટ આગામી દિવસોની અંદર તબક્કાવાર શરૂ કરવમાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, ચૂંટણીપંચે કરી લીધી તૈયારીઓ....
ગત 25 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શહેરના ઢેબર રોડ સ્થિત નવા બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું અને તેને માર્ચ મહિનામાં શરૂ કરવાનું આયોજન હતું. જોકે કોરોનાના સંક્રમણ અને લોકડાઉનના કારણે તે શક્ય બન્યું ન હતું. જેથી હવે આ બસપોર્ટમાંથી સોમવારથી તબક્કાવાર કામગીરી શરૂ કરવાની જાહેરાત એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં પ્લેટફોર્મ નંબર ૧, ૨ અને ૩ પ્રીમિયમ એટલે કે એસી અને વોલ્વો બસ માટે ફાળવવામાં આવ્યું છે. જ્યારે બાકીના પ્લેટફોર્મ પરથી અમદાવાદ, સુરત સહિતના રૂટની બસો મૂકવામાં આવશે.
88 દિવસ બંધ હતા રાજા રણછોડના કપાટ, આજે ખૂલતા જ ભક્તોની લાંબી લાઈન લાગી
આમ, રાજકોટન બસપોર્ટના લોકાર્પણના 5 મહિના બાદ સંભવત સોમવારથી નવા બસ્પોર્ટ ખાતેથી બસો દોડશે. 33 તાલુકા - જિલ્લાની એસટી નવા બસપોર્ટથી ઉપડશે. પ્લેટફોર્મ નંબર 1 થી 8 પરથી મુસાફરોને અમદાવાદ-સુરત સહિતના રૂટની બસ મળી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર