રાજકોટ : જામનગરમાં ડેન્યુની રાજધાની બની ચુકી છે. અહીં ડેન્ગયુનાં એટલા બધા કેસ આવ્યા છે કે બેડ ખુટી પડતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી એકસ્ટ્રા બેડ મંગાવવા પડ્યા હતા. બીજી તરફ રાજકોટમાં પણ સ્થિતીઓ વણસી ચુકી છે. હાલ રાજકોટ સિવિલમાં પણ હાલ દર્દીઓનો ભરાવો થયો છે. ત્યાં પણ બેડ ખુબ જ ઓછા છે. દર્દીઓને લોબીમાં બહાર સુવડાવવામાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો બેડ ખુટી પડતા નીચે ગાદલા પાથરીને સુવડાવવામાં આવી રહ્યા છે. તેવામાં ડોક્ટર્સ પોતાની દવાઓ અને ફાઇલો મુકવા માટે અને પોતાની સુવિધા માટે વાપરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉડતા ગુજરાત : અનુપમ સિનેમા નજીક પિતા-પુત્ર અધધ ગાંજા સાથે ઝડપાયા
આ વાત મીડિયામાં સામે આવતા મીડિયાએ આ અંગે ડોક્ટર્સને સવાલ પુછતા તેઓ લાજવાનાં બદલે ગાજ્યા હતા. જ્યારે ડોક્ટર્સને પુછવામાં આવ્યું કે, દર્દીઓ નીચે બેડમાં સુઇ રહ્યા છે અને તમે અહીં તમારા બાટલાઓ મુકવા માટે એક આખો બેડ રોકીને બેઠા છો તે કેટલી હદે યોગ્ય ? તેનાં જવાબમાં ડોક્ટર્સે કહ્યું કે આવી રીતે જ ચાલે છે. તમે કોઇ પણ પ્રકારની મંજુરી વગર કેમેરા લઇને અંદર કેમ ઘુસી આવ્યા છો. તેવું કહીને ડોક્ટર્સની ટીમે મીડિયા સાથે દાદાગીરી કરવાનું ચાલુ કર્યું હતું. એક ખાનગી ચેનલનો કેમેરો તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.


સુરતમાં એકઠા થયેલા વેપારીઓએ કેન્દ્ર સરકારના RCEPના નિર્ણયનો કર્યો વિરોધ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના હાલ, લોબીમાં ખાટલા પાથરી સારવાર આપી
ડોક્ટર્સ દ્વારા મીડિયા સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી. ડોક્ટર્સની ગેરવર્તણુંકથી મીડિયા કર્મચારીઓ નારાજ થઇ ગયા હતા. બેકાબુ થયેલા રોગચાળાને છુપાવવા માટે તંત્ર પ્રયાસો કરી રહ્યા છે. ડોક્ટર્સ દ્વારા રોગચાળાને આંકડો છુપાવવાનું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. રાજકોટ અને જામનગરમાં ડેન્ગ્યુના કારણે રિવ્યુ બેઠક માટે આરોગ્ય સચિવ જયશંકર શિવહરેએ મુલાકાત લીધી હતી. રાજકોટમાં તેમણે તંત્રની કામગીરીનાં પણ વખાણ કર્યા હતા. જ્યારે ડેન્ગ્યું ફેલાવવા અંગે કહ્યું કે, આ વર્ષે સારો વરસાદ પડ્યો છે અને પાણી ભરાતા મચ્છરોનું બ્રિડિંગ વધ્યું છે. માટે આ રોગચાળો પણ વુધ્યો છે.