ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતો ડો.સાહિલ ખોખર ફરજ દરમિયાન દારૂ ઢીંચતો હોવાનું સામે આવ્યું છે. નશાખોર હાલતમાં દર્દીઓની સારવાર કરતો હોવાની માહિતી મળતાં પોલીસે ધરપકડ કરી હતી. ડોક્ટર રૂમમાં ટેબલના ખાનામાંથી દારૂનો 150 MLની બોટલ મળી આવતા તબીબનો ભાંડો ફૂટી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી ડો. સાહિલ ખોખરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન પહેલા લીક થયો સૂર્યગઢ પેલેસની અંદરનો Video? જાનનો ફોટો જુઓ


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલુ નોકરીએ ડો. સાહિલ ખોખર દારૂ સાથે ઝડપાયા હતા. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ડોક્ટર સાહિલ ખોખર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ મામલે ઇન્ચાર્જ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સુરેશ રાઠોડે જણાવ્યું હતું કે, હકીકત સત્ય પુરવાર થશે તો સરકારના નિયમ અનુસાર કડક પગલા લેવામાં આવશે. કેફી પદાર્થ સાથે ફરજ નિભાવવી તે ગુનાહિત કૃત્ય ગણાય છે. સમગ્ર મામલાની તપાસ કમિટી બનાવવામાં આવી છે.


ત્રણ સભ્યોની તપાસ કમિટી 24 કલાકમાં પોતાની તપાસ પૂર્ણ કરશે. તબીબ યુવતી સાથે રૂમમાં પુરાયો હતો તે બાબતની જાણ પ્રેસ મીડિયાના માધ્યમથી થઈ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી મે જોયા નથી. તબીબ સાહિલ ખોખર 11 માસના કરાર આધારીત ફરજ બજાવી રહ્યા છે. તબીબ સાથે ફરજ બજાવનારા કર્મીઓના નિવેદન નોંધવાની કામગીરી શરૂ છે.


કુંવારી છોકરી ગર્ભવતી બને તો ભૂલથી પણ ગોળીઓ ના લે, જાણી લો કોને કઈ ગોળી ક્યારે લેવી


 


તો બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આર ઓફિસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી તબિયત સાહિલ ખોખર દારૂના નશામાં હતો કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એસીપી ક્રાઈમ ભરત બસીયા એ જણાવ્યું હતું કે તબીબ સાહિલ ખોખર પાસેથી કેપી પીણું મળી આવ્યું છે એક મહિના પહેલા તે આ દિલથી દારૂ લઈ આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 


પોલીસ પૂછપરછમાં ડોક્ટર અવારનવાર દારૂ પીતા હોવાનું પણ કબૂલ્યું છે ડોક્ટર સાથે અન્ય કોઈ વ્યક્તિઓ દારૂની મહેફિલ મળવાના હતા કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે પ્રોહીબિશન ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.


હવે ગાયના છાણથી ચમકશે તમારા ઘર અને ઓફિસની લાઈટો! ગ્લોબલ બન્યુ ગાયનું ગોબર


રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે ચાલુ ફરજે તબીબ દારૂની બોટલ સાથે ઝડપાયો છે આ ઘટનાને લઈને ઇન્ચાર્જ સિવિલ સુપ્રીટેન્ડન્ટ દ્વારા ગાંધીનગર રિપોર્ટ કરવામાં આવ્યો છે ગંભીર વાત એ છે કે તબીબ ચાલુ ફરજે ઝડપાયા હતા દર્દીઓની સારવાર પણ તેઓ કરતા હતા ત્યારે પોલીસે પણ લોહીના નમુના લઇ તવી બે દારૂ પીધો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.