હવે ગાયના છાણથી ચમકશે તમારા ઘર અને ઓફિસની લાઈટો! ગ્લોબલ બન્યુ ગાયનું ગોબર

ગાયને ભારતમાં માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયના દૂધ અને ઘીના તો ફાયદા તો તમે જાણતા જ હશો. પરંતુ ગાયનું છાણ પણ એટલું જ ઉપયોગી છે. જેમાંથી હવે વીજળી પણ મળશે.

હવે ગાયના છાણથી ચમકશે તમારા ઘર અને ઓફિસની લાઈટો! ગ્લોબલ બન્યુ ગાયનું ગોબર

નવી દિલ્હીઃ છાણ ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી છે. છાણમાંથી બનતું દેશી ખાતર જમીન માટે ફળદ્રપ માનવામાં આવે છે. પરંતુ હવે આ છાણ વધુ ઉપયોગી સાબિત થશે. ગાયના છાણમાંથી વિજળીનું ઉત્પાદન થશે. તો આવો જાણીએ આ વિશેષ શોધ અંગે. ભારતમાં તો તમે ગાય અને છાણ વિશે દરેક પ્રકારની વાતો સાંભળી હશે. ગાયની સામાજિક અને ધાર્મિક ઉપયોગિતા વિશે ઘણી વાતો કરવામાં આવે છે. પરંતુ હવે બ્રિટનમાં પણ ગાય ચર્ચાનો વિષય બની છે. કારણ કે અહીંના ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી મળશે.

આ પણ ખાસ વાંચોઃ
મારી નાંખશે મોંઘવારી! હજુ વધશે દૂધના ભાવ, જાણો ભાવ વધારાનું સૌથી મોટું કારણ
કાર લેવાનું વિચારતા હોવ તો શો રૂમમાંથી 'ડબ્બો' છોડાવતા પહેલાં જાણો કઈ ગાડી લેવાય
BSNLની શાનદાર ઓફર! ખાલી 'ચા' ના પૈસામાં આખો મહિનો ચાર્ટર પ્લેન જેવું ચાલશે ઈન્ટરનેટ!

છાણથી વીજળીની જરૂરિયાત પૂરી થશે-
આ બેટરી બ્રિટિશ ડેરી કો-ઓપરેટિવ આર્લા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. બેટરી નિષ્ણાત GP Batteriesનો દાવો છે કે ગાયના છાણથી ત્રણ ઘર આખા વર્ષ દરમિયાન વીજળી મેળવી શકે છે. એક કિલોગ્રામ ગાયનું છાણ 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આવી સ્થિતિમાં જો 4,60,000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો બ્રિટનના 12 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી શકાય. ડેરી એક વર્ષમાં 1 મિલિયન ટન ગોબરનું ઉત્પાદન કરે છે, જેથી વીજ ઉત્પાદનનો મોટો લક્ષ્યાંક નક્કી કરી શકાય.

આ પણ ખાસ વાંચોઃરાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણોગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ?

છાણમાં વીજળીનું ઉત્પાદન-
ગાયના છાણમાંથી વીજળી ઉત્પન કરવાનો મુદ્દો બ્રિટનમાં ચર્ચાનો વિષય બન્યો છે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી ઉત્પન્ન કરી શકે તેવા ખાસ વિકલ્પ શોધ્યો છે. જેમાં ખેડૂતોના એક જૂથના જણાવ્યા મુજબ તેઓ ગાયના છાણમાંથી ખાસ પ્રકારનું પાવડર તૈયાર કર્યો છે. જેમાંથી બેટરી બનાવી વીજળીનું ઉત્પાદન થાય છે.

ડેરીમાં છાણથી બનતી વીજળીનો ઉપયોગ-
Arla ડેરીમાં તમામ વસ્તુઓ માટે ગાયના છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ થાય છે. આમાંથી નીકળતો કચરો ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. વીજળી બનાવવાની પ્રક્રિયાને એનારોબિક પાચન કહેવામાં આવે છે. જેમાં પ્રાણીઓના કચરામાંથી વીજળી બનાવવામાં આવે છે. ડેરીમાં 4,60,000 ગાયો રહે છે, જેનું છાણ પાવડરમાં સૂકવીને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. અરલાના એગ્રીકલ્ચર ડાયરેક્ટરે કહ્યું કે જો સરકાર આ તરફ ધ્યાન આપે તો તે રિન્યુએબલ એનર્જી સપ્લાયમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ ખાસ વાંચોઃજલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતોઆ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...

એક કિલો છાણમાંથી કેટલી મળશે વીજળી-
એક કિલોગ્રામ છાણમાંથી મોટી માત્રામાં વીજળી ખેડૂતો ઉત્પાદન કરી શકશે. એક કિલો છાણમાંથી વેક્યૂમ ક્લીનર 5 કલાક સુધી ચાલી શકશે. બ્રિટનની અરલા ડેરીએ ગાયના છાણના પાવડરમાંથી એક બેટરી બનાવી છે. જેને ગાય પૈટરી નામ આપવામાં આવ્યું છે. AA સાઈઝની પૈટરીથી સાડા 3 કલાક સુધી કપડાંને ઈસ્ત્રી કરી શકાશે. આ એક ખૂબ જ ઉપયોગી શોધ છે.

આ પણ ખાસ વાંચોઃ
લીલું સોનું કરાવશે ખેડૂતોને લીલા લહેર! એકવાર વાવેતર પછી જીવો ત્યાં સુધી કરો કમાણી!
નોકરી-ધંધાની ચિંતા છોડો, ખેતરમાં આ વસ્તુ વાવો અને લાખો રૂપિયા કમાઓ!
Senior Citizen: ડબલ થઈ જશે વડીલોની આવક, વરિષ્ઠ નાગરિકોને લાભ આપવા સરકારનો ખાસ પ્લાન

 

Trending news