Rajkot Game zone Fire: રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક મામલે વિસંગતતા સામે આવી રહી છે. FIRમાં 28ના મૃત્યુનો ઉલ્લેખ છે. જ્યારે મૃતદેહો 29 મળ્યા છે. અત્યાર સુધીમાં 25 મૃતદેહો પરિવારને સોંપાયા છે. હજુ 4 મૃતદેહો સિવિલ અને AIIMSના કોલ્ડ સ્ટોરેજમાં છે. જ્યારે રાજકોટ કલેક્ટરના દાવા અનુસાર 27ના DNA ટેસ્ટ થઈ ગયા છે. જેમાંથી 25ના મૃતકોના શબ પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે 2 મૃતદેહો પરિવારને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈયું કંપાવી દેતી ઘટનામાં તંત્ર ખરો મૃત્યુઆંક છુપાવતી હોવાનો કોંગ્રેસના નેતા ગાયત્રી બા વાઘેલા દાવો કરી રહ્યા છે. તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી તો ઘટનામાં 44 લોકો પીડિત હોવાનો દાવો કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ હવે લાપતા લોકોના પરિવારને સંપર્ક કરવાની અપીલ કરી રહી છે. સવાલ એ છે કે આ બધામાં સાચું કોણ? હજુ કેટલા લોકો લાપતા છે?



રાજકોટ અગ્નિકાંડના કારણે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબેલું છે. કેટલાંયે પરિવાર નોંધારા બન્યા છે, તો કેટલાંયે પરિવારના લોકો હજું ગુમ છે. ત્યારે કોંગ્રેસ સતત આક્ષેપ કરી રહ્યું છે કે તંત્ર ખરો મૃત્યુઆંક છુપાવી રહી છે. ગઈકાલે (મંગળવારે) પરેશ ધાનાણીના આક્ષેપ બાદ હવે કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા ભાવુક થયા છે અને તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડિઝલનો જથ્થો 28 જેટલી જિંદગીઓને ભરખી ગઈ. કોંગ્રેસ નેતા ગાયત્રી બા ભાવુક થઈ ધ્રુસકે ધ્રુસકે ચોધાર આસુંએ રડી પડ્યાં હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું આવી ઘટના ક્યારેય ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં? પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રાખવાની મંજૂરી કોણે આપી? તે અંગે કેમ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી? જેવી રીતે આ કેસમાં RMC અને પોલીસ જવાબદાર તેવી જ રીતે પુરવઠા વિભાગ પણ એટલું જ જવાબદાર છે. મૃતકોના આંક જાહેર કરવામાં પણ તંત્ર સંતાકૂકડી રમી રહ્યું છે. મૃતદેહો કરતા FIRમાં આંક ઓછો બતાવવામાં આવી રહ્યો છે. ભીષણ આગમાં નાના બાળકો કેટલા ભૂંજાયા તેની કોઈ વિગત જ તંત્ર પાસે નથી.


ઉલ્લેખનીય છે કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. 25 મૃતદેહો પરિવારજનોને સોંપ્યા. હજુ 4 મૃતદેહો સિવિલ અને AIIMS હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમા છે. FIRમાં મોત 28 અને મૃતદેહો 29 છે.


ઝી 24 કલાકના વેધક સવાલો


  • - લાપતા કેટલા તેનો આંક કેમ પોલીસ જાહેર કરતી નથી?

  • - કેમ પોલીસે હવે નંબર જાહેર કરી લાપતા વ્યક્તિઓના પરિવારજનોને સંપર્ક કરવા અપીલ કરવી પડી

  • - સત્તાવાર મોતનો આંક કેટલો?

  • - શું બધી જવાબદારી પોલીસ તંત્રની જ છે? વહીવટી તંત્ર કેમ ચૂપ?