રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટ શહેરમાં દિવસે અને દિવસે ડેંગ્યુ સહિતના રોગોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ડેન્ગ્યુના સકંજામા સપડાયા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે બેનરો બતાવી વિરોધ પ્રદર્શીત કરવામા આવ્યો હતો. તો સાથે જ આરોગય અધિકારી અને મ્યુનિસિપલ કમિશ્નર ઉતિદ અગ્રવાલ વિરુધ્ધ પણ નારાબાજી કરવામા આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસેના નેતાઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખુદ રાજકોટના મેયર બિનાબેન આચાર્ય પણ ડેન્ગયુના સકંજામા સપડાયા છે. જો કે આ મામલાને છુપાવવામા આવી રહ્યો છે. ત્યારે મહાપાલિકા ખાતે કમિશ્નર ચેમ્બરની બહાર ધરણા કરવા જતા કોંગ્રેસના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ.


ગઢડા ગોપીનાથજી મંદિરના એસપી સ્વામીની ગાડી પર બે શખ્સોએ કર્યો હુમલો


પોલીસે વિરોધપક્ષના નેતા વશરામ સાગઠીયા સહિતના આગેવાનોને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કોંગ્રસના આગેવાનોનો આક્ષેપ છે કે, અત્યાર સુધીમા ડેન્ગયુના કારણે 5 જેટલા દર્દીઓના મોત થયા છે. બિજી તરફ આરોગય વિભાગ માત્રે કામગીરીના બણગા ફૂંકી રહ્યુ છે.


ગત સપ્તાહમા જુદા જુદા રોગના નોંધાયેલ કેસના આંકડા
સામાન્ય શરદી ઉધરસ તાવના કેસ - 168
મરડાનાં કેસ - 9
ઝાડા-ઉલટી ના કેસ - 137
કમળા તાવના કેસ - 2
ટાઈફોઈડ તાવના કેસ - 2
અન્ય તાવના કેસ - 32
મેલેરિયાના કેસ - 3
શંકાસ્‍પદ ડેન્‍ગ્‍યુના કેસ - 41


જુઓ LIVE TV :