ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ (Rajkot) માં નકલી ચલણી નોટ છાપવાનું કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પોલીસે (Rajkot Police) વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ચલાવતા બે શખ્સોની ધરપકડ કરી હતી. રૂપીયાની ખેંચ દુર કરવા છેલ્લા દોઢ વર્ષ થી નકલી નોટ (Fake Note) છાંપતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે રૂ.200, 500 અને 2 હજારની 27 નોટ અને વિદેશી દારૂની બોટલો કબજે કરી તપાસ શરૂ કરી છે. જોકે આ શખ્સોએ નકલી ચલણી નોટ છાંપવા યુ-ટ્યુબ (You Tube) વિડીયોનો સહારો લીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટનાં ગોંડલ રોડ પર આવેલા વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનામાં નકલી નોટ છાપવાનું કારસ્તાન ચાલતું હોવાનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. રાજકોટના ડીસીપી ઝોન 1 પ્રવિણકુમાર મિણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, કારખાનાની અંદર બે કારખાનેદારો છેલ્લા ઘણાં સમય થી નકલી ચલણી નોટ છાંપી રહ્યા છે. જેને આધારે ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) દરોડો કર્યો હતો. 

છઠીયારડા ગામના મહંતએ જાહેર કરી મૃત્યુની તારીખ, સ્ટેજ ઉપર બેઠા-બેઠા આજે કરશે દેહ ત્યાગ


જેમાં કારખાનાનાં માલીક પિયુષ બાવનજી કોટડીયા અને મુકુંદ મનસુખ છત્રાળાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બન્ને શખ્સોએ પૈસાની ખેંચ દુર કરવા માટે છેલ્લા દોઢ વર્ષ થી કારખાનામાં પ્રિન્ટર મારફતે રૂપીયા 200, 500 અને 2000ની નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. પોલીસે કારખાનામાંથી રૂપીયા 200, 500 અને 2000ની 27 નોટ, ઝેરોક્ષ પ્રિન્ટ મશિન તેમજ કારખાનામાંથી 37 વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી. હાલ પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી છે.

પાદરામાં વિચિત્ર અકસ્માતમાં બેના મોત, JCB ની મદદથી 3 લોકોને બહાર કાઢ્યા


કેવી રીતે છાપતા નકલી નોટ
ડીસીપી ઝોન 1 પ્રવિણકુમાર મિણાએ જણાવ્યું હતું કે, બન્ને આરોપીઓને પૈસાની ખેંચ હોવાથી નકલી ચલણી નોટ છાંપીને બજારમાં વહેતી કરવાનો પ્લાન ધડ્યો હતો. જેના માટે દોઢ વર્ષ પહેલા બન્ને શખ્સો નકલી નોટ છાપવા માટેનું મટીરીયલ્સ લાવી અને યુ-ટ્યુબ (You Tube) ના માધ્યમથી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. બન્ને તરફ ઝેરોક્ષ કરવાની હોય શરૂઆતમાં તો સારી નોટો બનતી નહોતી. એ પછી ખૂબ નોટો છાપ્‍યા બાદ અમુક સારી અસલી હોય તેવી નોટો તૈયાર થતાં સાંજના સમયે અંધારૂ થાય ત્‍યારે વટાવવાનું શરૂ કર્યુ હતું. 

Police અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે શરમ આવે તેવી બાથમબાથી સર્જાઇ,ભાજપના નેતાએ પોલીસવડાને ફોન પર ખખડાવ્યા


મોટી ઉંમરનાં ફેરીયાઓ હોય તેની પાસેથી થોડી ઘણી વસ્‍તુ ખરીદી નકલી નોટ આપી દેતા હતાં અને બાકી બચે તે અસલી ચલણ પાછુ મેળવી લેતાં હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ અત્‍યાર સુધીમાં આ બંનેએ એકાદ લાખની નકલી નોટો આ રીતે વાપરી નાંખી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે બન્ને શખ્સોની વધું પુછપરછ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube