મોતના મુખ તરફ ધકેલાયું આખું સૌરાષ્ટ્ર, એક જ દિવસમાં 227 કોરોના દર્દીના મોત
- રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર છે. છેલ્લાં 24 કલાકમાં 2715 નવા કેસની સામે 227 દર્દીઓના મોત નિપજ્યાં છે
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીને 25 બેડવાળા ડોમમાં તાત્કાલિક સારવાર અપાશે. વેટિંગમાં રહેલા દર્દીને પ્રિ-ટ્રાયેઝમાં રખાશે
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5 લાખને પાર થયો ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 5,10,373 કેસ નોંધાયા છે. જ્યારે 7,727 દર્દીએ કોરોનાને માત આપી છે. તેમજ 158 દર્દીનાં મોત થયાં છે. જે 25 એપ્રિલ કરતાં એક વધુ છે. સતત ત્રણ દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે. પરંતુ સરકારી આંકડો કેટલો સાચો છે અને કેટલો ખોટો છે તે જે તે શહેરના મોતના આંકડા પરથી ખ્યાલ આવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર છે. છેલ્લાં 24 કલાકમાં 2715 નવા કેસની સામે 227 દર્દીઓના મોત નિપજ્યાં છે.
આ પણ વાંચો : સાવધાન! અમદાવાદના નાઈટ કરફ્યૂમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે
મહાનગરોમાં રાત્રિ કરફ્યુ છે, ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન છે, છતાં કોરોનાનો હાહાકાર છે.
- જામનગરમાં 674 કેસ સામે 114 મોત
- રાજકોટમાં 598 કેસ સામે 62 મોત
- જુનાગઢમાં 259 કેસ સામે 5 મોત
- અમરેલીમાં 158 કેસ સામે 17 મોત
- મોરબીમાં 41 કેસ સામે 18 મોત
- દ્વારકામાં 52 કેસ સામે 1 મોત
- સોમનાથમાં 121 કેસ સામે 2 મોત
- પોરબંદરમાં 51 કેસ સામે 1 મોત
રાજકોટમાં 4804 એક્ટિવ દર્દી છે, જે પૈકી 45 ટકા દર્દીઓ હોમ આઇસોલેટ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીને 25 બેડવાળા ડોમમાં તાત્કાલિક સારવાર અપાશે. વેટિંગમાં રહેલા દર્દીને પ્રિ-ટ્રાયેઝમાં રાખવામાં આવશે.
આ પણ વાંચો : 14 હજાર રેમડેસિવિર લઈ જવા બિહારનું ખાસ ચાર્ટર્ડ પ્લેન ગુજરાત પહોંચ્યુ
કોરોનાથી કોંગ્રેસના સભ્યનું મોત
24 કલાકમાં રાજકોટમાં 76 દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતના શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્યનું કોરોનાથી નિધન થયું છે. રણજીત મેણીયા 4 દિવસથી જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા. રણજીત મેણીયા જસદણ યુથ કોંગ્રેસના તાલુકા પ્રમુખ પદે પણ હતા. જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યનું નિધન થતા કોંગ્રેસમાં શોક વ્યાપી ગયો છે.