ગૌરવ દવે/રાજકોટ: મોઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો આપવામાં આવ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ફરી 15 રૂપિયાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2300ની સપાટીએ પહોંચ્યો છે. કપાસિયા તેલના ભાવમાં ફરી ઉછાળો નોંધાતા ગૃહિણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આયાતી પામતેલમાં વધારો થતાં અન્ય સાઈડ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ કપાસિયા તેલમાં ફરી ડબ્બે 15 રૂપિયાનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આ સાથે કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાએ પહોંચ્યો છે. તેજી બાદ સીંગતેલ 2300 ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા છે. 


નોંધનીય છે કે, નવેમ્બર માસમાં કેન્દ્રે ખાદ્યતેલની બેઝિક ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. નાણા મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ તેલ પરનો કૃષિ સેસ ક્રૂડ પામ ઓઈલ માટે 20% થી ઘટાડીને 7.5% અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ માટે 5% કરવામાં આવ્યો છે. RBD પામોલીન ઓઈલ, રિફાઈન્ડ સોયાબીન અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ પરની મૂળભૂત ડ્યુટી વર્તમાન 32.5% થી ઘટાડીને 17.5% કરવામાં આવી છે.


ઘટાડા પહેલા, તમામ પ્રકારના ક્રૂડ ખાદ્ય તેલ પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 20% હતો. ઘટાડા પછી, ક્રૂડ પામ ઓઈલ પર અસરકારક ડ્યુટી 8.25%, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલ પર 5.5% હશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube