દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટમાંથી આંતરરાજ્ય ટ્રક કોભાંડ ઝડપાયું હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે, રાજસ્થાનથી ટ્રક ભાડે લઈને રાજકોટના ભંગારના ડેલાઓમાં વહેંચવામાં આવતા હતા. કોભાંડ આચરનાર ભેજાબાજો સમયાંતરે અવનવા નુસખાઓ અપનાવતા હતા. પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીનું એક આંતરરાજ્ય કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ સમગ્ર કૌભાંડની વાત કરીએ તો આરોપીઓ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાંથી ટ્રક ભાડે લઈને કેવી રીતે આ સમગ્ર કોભાંડ આચરતા હતા ચાલો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી; બિપરજોય વાવાઝોડા પછી તરત જ કર્યો મોટો ધડાકો


ભેજાબાજ આરોપી કેવો કીમિયો અપનાવી આ સમગ્ર કોભાંડમાં?
ભેજાબાજ આરોપીઓ રાજસ્થાન તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી એગ્રીમેન્ટ કરીને ટ્રક તથા ડંપર ભાડે લઈને જૂનાગઢના એક શખ્સ મારફતે રાજકોટના ભંગારના ડેલાઓના માલિકને વહેંચતા હતા. આ ભંગારના ડેલાના માલિકો આખા વાહનો વહેંચવાની બદલે તેનું ભંગાણ કરી અલગ અલગ સ્પેર પાર્ટસ વહેચી નાખતા હતા. આરોપીઓને હતું કે તેઓની આ મોડેસ ઓપરેન્ડી સુધી પોલીસ નહિ પહોંચી શકે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓ સુધી પહોંચી ગઈ અને જેલના સળિયા પાછળ આ ભેજાબાજોને ધકેલી દીધા.


ગુજરાતમાંથી હજું સંકટ ટળ્યું નથી! આવતીકાલે આ 12 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ


આરોપીઓએ 60 જેટલા ટ્રકને ભંગારના ડેલામાં મોકલી સ્પેરપાર્ટ વહેંચી નાખ્યા!
ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના ત્રણ ભંગારના ડેલાઓમાંથી અલગ અલગ સ્પેર પાર્ટસ સહિત 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં ટ્રકોની ટ્રોલી, કેબિન, એન્જિન, ફ્યુલ ટેન્ક, ટાયર, સાયલેન્સર, બમ્પર, એરટેન્ક અને બેટરી સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આરોપીઓએ અત્યારસુધીમાં 60 ટ્રકો તેમના માલિકો પાસેથી મેળવી લઈને રાજકોટના ભંગારના ડેલાઓમાં ભંગાણ માટે આપી દીધાનું કબૂલ્યું છે અને હજુ પણ પૂછપરછ દરમિયાન વધુ કબૂલાત આરોપીઓ આપી શકે છે.


'અમારા વિસ્તારમાં બેફામ બન્યું છે દારૂ અને હપ્તાખોરીનું દૂષણ', ભાજપના ધારાસભ્યએ...


ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના ત્રણ ડેલા માલિક જમાલ મેતર,વસીમ સમા અને ઈમ્તિયાઝ ઘાંચી આ ઉપરાંત ટ્રક ભાડે લેનાર રાજસ્થાનના શખ્સો કિશનલાલ રબારી,કિશન ચૌધરી અને જૂનાગઢનો એક શખ્સ કે જેના મારફતે રાજસ્થાનના શખ્સો રાજકોટના ડેલામાં ટ્રકો આપતા હતા તેવા લલિત દેવમુરારીની ધરપકડ કરી લીધી છે. તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો છે. જેમાં રાજકોટના ભંગારના ડેલા માલિક જમાલ મેતર સામે અલગ અલગ જિલ્લાઓમાં 15 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. 


જન્મદિવસની ઉજવણીમાં નેતાજી ભાન ભૂલ્યા; તલવારથી કેક કાપી ભાજપી નેતા વિવાદના વમળોમાં.