રાજકોટ ક્રાઇમબ્રાંચે કોંગી કોર્પોરેટર સહિત 4 જુગારીઓને ઝડપી પાડ્યા
ક્રાઇમ બ્રાન્ચે કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ મારૂ સહિત ચાર શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે. ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે કોઠારિયા રોડ પર આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. જેમાં વોર્ડ નંબર 18ના કોર્પોરેટર નિલેશ મારૂ અને અન્ય ત્રણ જુગારીઓ ઝડપાયા હતા. આ ઉપરાંત પોલીસે 93 હજાર રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે.
રાજકોટ: ક્રાઇમ બ્રાન્ચે કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ મારૂ સહિત ચાર શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા છે. ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે કોઠારિયા રોડ પર આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. જેમાં વોર્ડ નંબર 18ના કોર્પોરેટર નિલેશ મારૂ અને અન્ય ત્રણ જુગારીઓ ઝડપાયા હતા. આ ઉપરાંત પોલીસે 93 હજાર રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે.
અમદાવાદ: સસરાએ અપાવેલા ફ્લેટમાં રહેતા જમાઇએ ઘરમાં ઐયાશી ચાલુ કરી અને...
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનામાં શ્રાવણીયો જુગાર ચાલુ થઇ જાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ જુગારનો અનોખો ક્રેઝ જોવા મળે છે. સુરત સહિત બહાર ગયેલા લોકો પણ શ્રાવણ મહિનામાં મેળો કરવા માટે અને કેટલાક લોકો જુગાર રમવા માટે પણ પોતાના ગામ પરત ફરતા હોય છે. આ સમય દરમિયાન જુગારનાં બનાવો પોલીસ ચોપડે પણ વધારે નોંધાતા હોય છે.
Gujarat Corona Update: નવા 1101 દર્દી, 972 દર્દી સાજા થયા, 14 લોકોનાં દુ:ખદ મોત
ઝડપાયેલા આરોપીઓનાં નામ
1. અશ્વિન રાવતભાઇ મારૂ
2. નિલેષ રાવતભાઇ મારૂ (કોર્પોરેટર)
3. ધીરુભાઇ ગીગાભાઇ મારૂ
4. ઉપેન્દ્રભાઇ રાવત ભાઇ મારૂ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર