રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો વધુ એક VIDEO વાયરલ, ગાંધીના ગુજરાતમાં ખુદ પોલીસ જ વેચાણ માટે આપે છે બિયર અને દારૂ
વીડિયોમાં બુટલેગરે પોલીસ કર્મચારીઓના નામ પણ આપ્યા છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ ચંદુભાઈ રાઠોડ છે. અને તે ભંગારનું કામ કરે છે. તેની પાસે બિયરની બોટલ છે. જે દેવાભાઈ જે ક્રાઈમ બ્રાંચમાં કામ કરે છે તે આપી ગયા હોવાનો દાવો કરે છે. આ એ જ દેવાભાઈ છે જેમણે ડીસીપીએ સસ્પેન્ડ કર્યા છે.
ગૌરવ દવે/રાજકોટ: તોડકાંડ બાદ હવે રાજકોટ ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓની દારૂકાંડમાં સંડોવણી સામે આવી છે. રાજકોટમાં ખુદ પોલીસ દારૂ-બિયર વેચવા માટે આપી જતા હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. એક બુટલેગરે આ દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. જેમાં બુટલેગરે એવો દાવો કર્યો છે કે, તેની પાસે જે દારૂ અને બિયર વેચવા માટે આવ્યા છે તે પોલીસ કર્મચારીઓ જ આપી ગયા છે.
વીડિયોમાં બુટલેગરે પોલીસ કર્મચારીઓના નામ પણ આપ્યા છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ ચંદુભાઈ રાઠોડ છે. અને તે ભંગારનું કામ કરે છે. તેની પાસે બિયરની બોટલ છે. જે દેવાભાઈ જે ક્રાઈમ બ્રાંચમાં કામ કરે છે તે આપી ગયા હોવાનો દાવો કરે છે. આ એ જ દેવાભાઈ છે જેમણે ડીસીપીએ સસ્પેન્ડ કર્યા છે. દેવાભાઈ દારૂ ભરેલા ટ્રક ચાલકનું અપહરણ કરી લઇ જવાના ગુનામાં સામેલ હોવાનો આરોપ છે. દેવાભાઈ સાથે ક્રાઈમ બ્રાંચના 3 અન્ય પોલીસ કર્મચારીઓ પણ સસ્પેન્ડ થયા છે. જે વચ્ચે આ વીડિયો સામે આવતા અનેક સવાલો ઉઠ્યા.
સોખડા મંદિરમાં વિવાદ વકર્યો, પ્રબોધસ્વામી હરિધામ છોડવા મજબૂર, પ્રેમસ્વામી જૂથ ખુશ, પણ મેનેજમેન્ટની નોટિસથી મુશ્કેલી વધી
વધુ એક ચોંકાવનારી વાત એ છે કે, પ્રવીણભાઈ નામના બીજા એક પોલીસ કર્મચારી પણ દારૂ આપી જતા હોવાનો બુટલેગર આ વીડિયોમાં દાવો કરી રહ્યો છે. ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ વીડિયોથી અનેક સવાલો જરૂરથી ઉઠી રહ્યા છે. જેમાં સૌથી મોટો સવાલ એ છે કે, શું ગાંધીના ગુજરાતમાં દારૂની હેરફેર અને વેચાણમાં ખુદ પ્રજાના રક્ષક કહેવાતા પોલીસ કર્મચારીઓ જ સામેલ છે??
રાજકોટ ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીઓની દારૂકાંડમાં સંડોવણી
75 લાખના કથિત તોડકાંડમાં સમગ્ર રાજ્યમાં બદનામ થયેલ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ફરી વિવાદમાં આવી છે. હવે સાયલા દારૂકાંડમાં રાજકોટમાં DCP ગોહિલે ક્રાઇમ બ્રાન્ચના મહિલા PSI સહિત 3 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલને સસ્પેન્ડ ર્ક્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની દારૂ ભરેલા ટ્રક ચાલકનું અપહરણ કરી લઇ જવાના ગંભીર ગુનામાં ભૂમિકા સામે આવી છે. સુરેન્દ્રનગરના સાયલા નજીક દારૂ ભરેલ ટ્રક અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જેમા જકોટ શહેર ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે મહિલા PSI સહીત ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત આક્રમક મૂડમાં, સરકારી અધિકારીને "ગાળો" આપતી ઓડિયો કલીપ વાયરલ
સાયલાથી રાજકોટ આવતા દારૂ ભરેલા ટ્રકને રાજકોટ ક્રાઇમ બ્રાંચના PSI સહિત ચાર જવાનો પાયલોટીંગ પુરૂ પાડતા હતા. ત્યારે 394 પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રકના ચાલકનું દારૂ ભરેલ ટ્રક સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના માણસો અપહરણ કરી લઇ જતા હતા ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના હાથે ઝડપાયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે 3 હેડ કોન્સ્ટેબલ અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર સામે અપહરણની ગંભીર કલમ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. ત્યારે સવાલ એ થાય છે કે ક્રાઇમ બ્રાન્ચની ઇમેજ સુધારવા માટે શા માટે સારા અધિકારીની નિમણુંક મંજુર કરવામાં ન આવી?
હવામાન વિભાગની ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતમાં આગામી 24 કલાકમાં પડી શકે છે વરસાદ
શા માટે અગાઉ વિવાદમાં આવેલ મહિલા PSIને ક્રાઇમ બ્રાન્ચમાં મુકવામાં આવ્યા? શું તેમને કોઇ રાજકીય પીઠબળ છે કે કેમ તે પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે..ક્યાં સુધી બુટલેગરોને પોલીસ પાયલોટિંગ પુરુ પાડશે..ક્યારે થશે ભ્રષ્ટ અધિકારીઓ સામે દાખલરૂપ કાર્યવાહી. ક્યારે લાગશે દારૂ ઘૂસાડવાના મિલિભગતના ખેલ પર લગામ..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube