કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત આક્રમક મૂડમાં, સરકારી અધિકારીને "ગાળો" આપતી ઓડિયો કલીપ વાયરલ

ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નને લઈને એક કાર્યકર્તાએ અધિકારીને ફોન કર્યો હતો. PGVCL અધિકારીએ રવિવારએ ફોન નહિ કરવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છે. અપશબ્દ બોલે છે. ઝી ૨૪ કલાક ઓડિયોની પુષ્ટિ કરતું નથી.  

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત આક્રમક મૂડમાં, સરકારી અધિકારીને "ગાળો" આપતી ઓડિયો કલીપ વાયરલ

કેતન બગડા/અમરેલી: સાવરકુંડલા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતની એક ઓડિયો કલીપ વાયરલ થઈ છે, જેના કારણે ખળભળાટ મચ્યો છે. છેલણા ગામના કાર્યકર્તાને PGVCL અધિકારીએ રવિવારે ફોન નહિ કરવાનું કેહતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય પ્રતાપ દુધાત એ પીજીવીસીએલના એક અધિકારીને "ગાળો" આપી હતી. વીજળીના પ્રશ્નને લઈ ધારાસભ્ય પ્રતાપ દુધાત આક્રમણ મૂડમાં આવી સરકારી અધિકારીને "ગાળો" આપતી ઓડિયો કલીપ વાયરલ થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નને લઈને એક કાર્યકર્તાએ અધિકારીને ફોન કર્યો હતો. PGVCL અધિકારીએ રવિવારએ ફોન નહિ કરવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હોવાનું સામે આવ્યું છે. અપશબ્દ બોલે છે. ઝી ૨૪ કલાક ઓડિયોની પુષ્ટિ કરતું નથી.  

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નિવેદન
સાવરકુંડલા વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતની ઓડિયો કલીપ વાયરલ મામલે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, મારા ખેડૂતો સાથે અન્યાય થયો છે, તેથી મેં ગાળો આપી છે. હું સ્વીકારું છું... હજુ પણ જાહેરમાં કહું છું કે અધિકારી હજુ પણ હેરાનગતિ રહેશે તો મારા મારી પણ કરીશ. PGVCL અધિકારીઓ દારૂ પીને ઓફિસોમાં બેઠા હોય છે. મારા ખેડૂતો સાથે અન્યાય તો મારી સાથે અન્યાય થયો કહેવાય...

ઓડિયો ક્લીપ વાયરલ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાવરકુંડલામાં વીજ મામલે ધારાસભ્યએ અધિકારી સાથે ગેરવર્તન કર્યું હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. જેમાં સાવરકુંડલાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે PGVCLના અધિકારીને અપશબ્દો બોલ્યા છે, જેની ઓડિયો ક્લીપ હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે અધિકારીએ રવિવારે ફોન કરવાનું ના પાડતા મામલો ઉગ્ર બન્યો. ત્યારબાદ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે વચ્ચે પડીને PGVCLના અધિકારીને અપશબ્દો કહ્યા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 20, 2022

જાણો શું હતો મામલો?
પ્રતાપ દૂધાત અને PGVCLના અધિકારીની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. પરંતુ વાયરલ ઓડિયો મામલે ઝી 24 કલાક પુષ્ટી કરતું નથી. છેલણા ગામના કોંગ્રેસના કાર્યકર્તાએ PGVCLના અધિકારીને વીજ સમસ્યા મામલે ફોન કર્યો હતો પરંતુ રવિવારે અધિકારીએ ફોન કરવાની ના પાડી હતી. આ મામલો ધારાસભ્ય પ્રતાપ દૂધાત સુધી પહોંચ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતા ધારાસભ્યે PGVCLના અધિકારીને ફોન કર્યો હતો અને ગાળો આપી હતી.  ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે, MLA પ્રતાપ દૂધાતને આ પ્રકારનું વર્તન શોભે છે?

અધિકારીને રજૂઆત કરવા માટે MLA કેમ અપશબ્દો બોલે છે? જનતાના પ્રતિનિધિ અધિકારી પાસે આ રીતે કામ કરાવશે? કામ કરાવવા માટે અધિકારી સાથે દાદાગીરી કરવી તે યોગ્ય છે? શું અધિકારીઓ પણ ઉડાઉ જવાબ આપે તે કેટલું યોગ્ય છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news