રાજકોટના ક્રિકેટરને પૂર્વ પત્ની જ ડ્રગ્સ આપતી હતી, માતા સાથે માથાકૂટ થતા ઘર છોડીને ગયો હતો
ઘર છોડીને ભાગી ગયેલા પુત્રને શોધવામાં અને ડ્રગ્સના રેકેટને પકડી પાડવાનું સફળ ઓફરેશન રાજકોટ પોલીસે પાર પાડ્યું છે. પીડિત માતાનો પુત્ર આકાશ અને પૂર્વ પત્ની અમીની SOG પોલીસે ડ્રગ્સના ઇન્જેક્શન સાથે અટકાયત કરી છે. સાથે જ આકાશ, અમી અને નદીમ સહિત 6 ડ્રગ પેડલરની પણ અટકાયત કરી છે. રાજકોટ પોલીસે તમામને રેસકોર્ષ રોડ પરની એક હોટલમાંથી ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ આપવાના ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. યુવા ક્રિકેટરને ડ્રગ્સની લત લાગી જતા આખરે માતાએ મદદ માટે પોલીસના દ્વાર ખખટાવ્યા હતા.
ગૌરવ દવે/રાજકોટ :ઘર છોડીને ભાગી ગયેલા પુત્રને શોધવામાં અને ડ્રગ્સના રેકેટને પકડી પાડવાનું સફળ ઓફરેશન રાજકોટ પોલીસે પાર પાડ્યું છે. પીડિત માતાનો પુત્ર આકાશ અને પૂર્વ પત્ની અમીની SOG પોલીસે ડ્રગ્સના ઇન્જેક્શન સાથે અટકાયત કરી છે. સાથે જ આકાશ, અમી અને નદીમ સહિત 6 ડ્રગ પેડલરની પણ અટકાયત કરી છે. રાજકોટ પોલીસે તમામને રેસકોર્ષ રોડ પરની એક હોટલમાંથી ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ આપવાના ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. યુવા ક્રિકેટરને ડ્રગ્સની લત લાગી જતા આખરે માતાએ મદદ માટે પોલીસના દ્વાર ખખટાવ્યા હતા.
માતાએ કરી હતી હતી ફરિયાદ
રાજકોટમાં 23 વર્ષનો ડ્રગ્સના રવાડે ચઢેલો યુવાન પોતાના ઘરે એક ચિઠ્ઠી લખીને ઘર છોડી નાસી છૂટવાની ઘટના ગઈકાલે સામે આવી હતી. માતાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા છે. મારો પુત્ર આજે 2:30 વાગ્યે ઘરે ચિઠ્ઠી મૂકી જતો રહ્યો હતો. મારા પુત્રને ડ્રગ્સની લત લાગેલી છે. મેં ડ્રગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારે હવે ન્યાય જોઈએ છે. આ ઘટનાની માહિતી મળતા રાજકોટ SOG પોલીસની ટીમ પહોંચી હતી અને તુરંત મહિલાને ત્યાંથી નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધ વચ્ચે ડખા, હાર્દિક પટેલને અધ્યક્ષ ન બનાવવા નેતાઓની ચીમકી
યુવકને તેની પત્ની સાથે પકડ્યો
રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકને તેની પત્ની સાથે પકડી પાડ્યો હતો. આ વિશે રાજકોટના ઝોન-2ના DCP મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, મહિલાની ફરિયાદ બાદ તેમનો પુત્ર અને પુત્રવધુ ડ્રગ્સ એડિક્ટ થયા હોવાની રજૂઆત મળતા તપાસ કરી હતી. અરજી મળતા જૂન મહિનામાં જ SOG દ્વારા તપાસ કરાઈ હતી. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમે આકાશ અને અમીની ધરપકડ કરી છે. તેમની પાસેથી શંકાસ્પદ પદાર્થો મળી આવ્યા છે, જેને FSLમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. મુખ્ય ડ્રગ પેડલર સુધા ધમેલીયાની પણ અગાઉ ધરપકડ કરી હતી. ડ્રગ્સ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પીડિત માતાનો પુત્ર 2015 થી ડ્રગ્સ લઈ રહ્યો છે. માતા સાથે ડ્રગ્સ બાબતે બે દિવસથી માથાકૂટ થતા ઘર છોડીને જતો રહ્યો હતો. તે પૂર્વ પત્ની અમી સાથે હોટલમાં હતો. આકાશે ડ્રગ્સના ઇન્જેક્શન લીધા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે. ઇન્જેક્શન તેની પત્ની અમી દ્વારા આપવામાં આવ્યા હોવાનું પણ આકાશે કબૂલ્યું છે. આ સાથે જ ક્રિકેટરની માતાની અરજી બાદ 10 દિવસની અંદર ડ્રગ પેડલર સુધા ધામેલિયાની ધરપકડ થઇ હતી.
આ પણ વાંચો : Squid Game થી સામે આવી સાઉથ કોરિયાની ડરામણી હકીકત, લોકો શોધી રહ્યાં છે આ ગેમ જેવી તક
યુવા ક્રિકેટરની ડ્રગની આદત જરૂરિયાત બની
પોલીસ તપાસમાં ખૂલ્યું કે, રૈયાધાર વિસ્તારની મુખ્ય ડ્રગ પેડલર સુધા ધામેલીયા ઘર નજીક બબાલ થઈ હતી. બાદનાં ક્રિકેટર યુવાન અને તેની પત્ની વચ્ચે ઝઘડો થતા યુવાને તેની પત્ની સાથે છૂટાછેડા લીધા હતા અને બાદમાં તે રાજકોટ છોડી બહાર ચાલ્યો ગયો હતો. બાદમાં થોડા સમય બાદ ફરી રાજકોટ પરત આવતા યુવાન ડ્રગ લેવાનું શરૂ કરી દીધું હતું અને આ ડ્રગની આદત જરૂરિયાત બની ગઈ હતી.
રાજકોટ પોલીસે ડ્રગ્સના જે નેટવર્કની તપાસ કરી તેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટમાં એમ.ડી ડ્રગ્સ જામનગરથી સપ્લાય કરવામાં આવે છે.