Squid Game થી સામે આવી સાઉથ કોરિયાની ડરામણી હકીકત, લોકો શોધી રહ્યાં છે આ ગેમ જેવી તક

નેટફ્લિક્સ (Netflix) પર આવેલી સ્ક્વીડ ગેમ (Squid Game) સીરિઝે લોકોને જકડી રાખ્યા છે. આ સાથે જ સાઉથ કોરિયન સીરિઝે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. પરંતુ તેની ડાર્ક સાઈડ પણ સામે આવી છે, જે કોરિયાના લોકો વિશે બહુ જ ચિંતાજનક માહિતી છે. હકીકતમાં, સાઉથ કોરિયામાં અનેક લોકો એવા છે જેમની હાલત સ્ક્વીડ ગેમમાં બતાવેલ રૂપિયાના સંકટવાળા દેવાદાર જેવી છે, જેઓ કર્જના જાળમાં ફસાતા જઈ રહ્યાં છે. 

Updated By: Oct 22, 2021, 02:15 PM IST
Squid Game થી સામે આવી સાઉથ કોરિયાની ડરામણી હકીકત, લોકો શોધી રહ્યાં છે આ ગેમ જેવી તક

ઝી મીડિયા/બ્યૂરો :નેટફ્લિક્સ (Netflix) પર આવેલી સ્ક્વીડ ગેમ (Squid Game) સીરિઝે લોકોને જકડી રાખ્યા છે. આ સાથે જ સાઉથ કોરિયન સીરિઝે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. પરંતુ તેની ડાર્ક સાઈડ પણ સામે આવી છે, જે કોરિયાના લોકો વિશે બહુ જ ચિંતાજનક માહિતી છે. હકીકતમાં, સાઉથ કોરિયામાં અનેક લોકો એવા છે જેમની હાલત સ્ક્વીડ ગેમમાં બતાવેલ રૂપિયાના સંકટવાળા દેવાદાર જેવી છે, જેઓ કર્જના જાળમાં ફસાતા જઈ રહ્યાં છે. 

કોરિયામાં રિયલ લાઈફ સ્ક્વીડ ગેમ
મિંટની એક રિપોર્ટ અનુસાર, રિટાયર્ડમેન્ટની નજીક પહોંચી ચૂકેલા 58 વર્ષીય મહિલા યૂ-હી-સૂકે (Yu Hee-sook) બહુ પહેલા પોતાની લોન ચૂકવી હતી. પરંતુ હજી પણ કલેક્શન એજન્સીઓ તેમને વારંવાર ધમકી આપી રહી છે. હવે તેમનુ બેંક એકાઉન્ટ જપ્ત કરવાની ધમકી આપવામાં આવી રહી છે. કેમ કે, લોન તેમની જાણકારી વગર સિક્યોરાઈઝ્ડ થઈ ગઈ અને ઈન્વેસ્ટર્સને હેન્ડ ઓવર કરી દેવામાં આવ્યું.  

આ પણ વાંચો : સિંહણની આ તસવીરે લોકોનું એવુ ધ્યાન ખેચ્યું, કે નજર નહિ હટાવી શકો  

દુનિયાના અંત થવા જેવુ લાગે છે...
ફિલ્મ પત્રિકાઓની લેખિકા યૂએ વર્ષ 2002 ના વર્ષમાં એક ફિલ્મ બનાવી હતી. જે બહુ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. તેના બાદ યૂ બરબાદ થઈ ગઈ હતી. યૂએ 13 વર્ષમાં જેમ તેમ કરીને લેણદારોના રૂપિયા ચૂકવી દીધા. યૂનું કહેવુ છે કે, કોરિયામાં ક્રેડિટ આરોપી બનવુ એટલે કે દુનિયાના અંત થવા જેવુ લાગે છે. યૂએ કહ્યું કે, સ્ક્વીડ ગેમમાં 456 સ્પર્ધકોની જેમ જ હું પણ તક શોધી રહી હતી, પણ બેંક તમને રૂપિયા બનાવવા જ દેતી નથી. 

કંઈક આવી છે કોરિયાની અસલી કહાની
તેમનુ કહેવુ છે કે, દુનિયા ભલે સાઉથ કોરિયાને બોય બેન્ડ બીટીએસ (Boy Band BTS) અને સ્લીક સેમસંગ સ્માર્ટફોન માટે જાણતી હોય, પણ અહીંની એક ડાર્ક સાઈડ પણ છે, એ જે વ્યાજની જાળમાં ફસાતા જવું. જેને કારણે આત્મહત્યાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 

આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધ વચ્ચે ડખા, હાર્દિક પટેલને અધ્યક્ષ ન બનાવવા નેતાઓની ચીમકી

રેકોર્ડ ઘરેલુ ઉધારી, હાઉસ વિકાસ અને અંગત ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પણ અહી વ્યાજ માફીનો કોઈ રિવાજ નથી. એટેલ કે એકવાર વ્યક્તિ તેની જાળમાં ફસાતો જાય છે, તે ફસાતો જ જાય છે. કોર્ટના આંકડા અનુસાર, દેશમાં વ્યક્તિગત દેવાળિયાપણું ગત વર્ષે તેના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયુ હતું. 

કોરિયા ક્રેડિટ ઈન્ફોર્મેશન સર્વિસિસ (Korea Credit Information Services) ના આંકડાથી માલૂમ પડે છે કે, એકથી વધુ પ્રકારના વ્યક્તિગત વ્યાજ ચૂકવવામાં પાછળ રહી જવાનો આંકડો જૂન સુધી 55.47 ટકા પર પહોંચી ગયો છે, જે 2017 માં 48 ટકા હતો.