ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં હવે લોકો ક્રાઈમ હાથમાં લેતા અચકાતા નથી. ગુનો છે કે નહિ, કોઈ ગુનેગાર છે કે નહિ તે જોયા વગર લોકો તૂટી પડે છે. ગુજરાતમાં હવે બિહાર, યુપી જેવા દિવસો જોવા મળી રહ્યાં છે. રાજકોટ સિટી બસ ચાલકની દાદાગીરી વીડિયો વાયરલ થયો છે. સિટી બસચાલકોએ મળીને રસ્તા એક વૃદ્ધને ઢોર માર માર્યો હતો. ત્યારે સમગ્ર મામલો બહાર આવતા તપાસના આદેશ છૂટ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીક્ષા સાથે બસ ઘસાઈ હતી, જેથી બસચાલકો રોષે ભરાયા 
રાજકોટના કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે બસસ્ટોપ પાસેનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં સિટી બસ ચાલકોની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. પિતાતુલ્ય વૃદ્ધને સિટી બસ ચાલકોએ રસ્તા પર ઢોર માર માર્યો હતો. કાલાવડ રોડ પર અન્ડર બ્રિજ નજીક રિક્ષા બસ સાથે ઘસાતા સિટીબસના કર્મચારીઓ રોષે ભરાયા હતા. જેથી બધાએ મળીને વૃદ્ધ રિક્ષાચાલકને માર માર્યો હતો. જોકે, આ રીત રસ્તા પર ઉતરીને દાદાગીરી કરવી કેટલી યોગ્ય કહેવાય. યુવા ઉંમરના સિટી બસ ચાલકોએ વૃદ્ધને લાફા પણ ઝીંક્યા હતા. આ ઘટના જોઈને અનેક લોકોનુ ટોળુ એકઠુ થયુ હતું. 


આ પણ વાંચો : કરાટે કોચ ભાન ભૂલ્યો, સગીર વિદ્યાર્થીનીને નિર્વસ્ત્ર કરીને તેના શરીર પર તેલ માલિશ કરી  


કડક પગલા લેવાશે - મ્યુનિ. કમિશનર
સમગ્ર વીડિયો બહાર આવ્યા બાદ રાજકોટ પાલિકાએ એક્શન લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ DMCને આ વાયરલ વીડિયો બાબતે તપાસ કરવા આદેશ આપ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, વીડિયો મને મળ્યો છે. તેમાં મારામારીના દ્રશ્યો દેખાય છે. આખો મામલો જાણીને તેમાં જે કર્મચારીઓ સામેલ હશે તેમની સામે કડકમાં કડક પગલા લેવાશે. લોકો સાથે આવી રીતે ગેરવર્તણુક કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.