રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓની એક બાદ એક તારીખ જાહેર કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી) ની 14 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 28 ઓગસ્ટના રોજ રાજકોટ અને મોરબી જિલ્લાની મળી કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં આશરે 450 જેટલા મતદારો મતદાન કરશે. આ ચૂંટણી અધિકારી પદે ધોરાજીના પ્રાંત અધિકારી ગૌતમ મિયાણીની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડેરીની વર્તમાન ચૂંટાયેલી બોડીની 15 સપ્ટેમ્બરના રોજ ટર્મ પૂર્ણ થઇ રહી છે અને જેમાં હાલના સમયે ગોવિંદ રાણપરીયા જૂથનું શાસન છે. 


મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી જાહેર થયા બાદ બેંકની સ્થાપનાથી આજ દિવસ સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત કેબિનેટ મંત્રી અને બેંકના ચેરમેન જયેશ રાદડિયાની આગેવાનીમાં તમામ 17 બેઠકો બિનહરીફ થવા પામી છે. બીજી બાજુ રાજકોટ ડેરીની 14 બેઠકોમાં મોટાભાગની બેઠક બિનહરીફ થવાની શકયતા છે અને કેટલીક બેઠકો પર ખેંચતાણના એંધાણ પણ જોવા મળી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર