રાજકોટઃ શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. આજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા અવધ બંગલા પાસેથી માનવ કંકાળ મળી આવ્યું છે. આ ઘટનાની માહિતી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ કંકાલ મહિલાનું છે. કોઈ કટકા કરીને અહીં નાખી ગયું છે. પ્રાથમિક વિગતો અનુસાર મહિલાની હત્યા કરીને લાશ કોઈ અહીં ફેંકીને જતું રહ્યું છે. ત્યારબાદ આ અવાવરૂ જગ્યામાં કોઈ પ્રાણીઓ આ લાશને ખાઈ ગયા હોય તેમ માત્ર કંકાલ ગાથ લાગ્યું છે. તો જુદી-જુદી જગ્યાએથી મહિલાના વાળા, દુપટ્ટો, વસ્ત્રો, અને હાડકાં મળી આવ્યા છે. 


આ ઘટનાની જાણ થતા લોધિકા પોલીસ અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા પ્રાથમિક માહિતી મુજબ આ લાશના અવશેષો મહિલાના હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે. આ સાથે આ મહિલા કોણ છે. કોણે હત્યા કરી, લાશ અહીં કોણ નાખી ગયું છે. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.