યુવા સરપંચે જમનાવડની કાયાપલટ કરી દીધી, દેશના નક્શા પર ચમકાવીને બનાવ્યું આદર્શ ગામ
aatmanirbhar village : આ ગામમાં એ તમામ પ્રકારની સુવિધાઓ છે જે અમેરિકા, યુરોપના ગામડાઓમાં હોય છે... યુવા સરપંચે ગામની કાયાપલટ કરી દીધી
Rajkot News : રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાનું એકમાત્ર આદર્શ ગામ એટલે જમનાવડ ગામ. આખા રાજકોટ જીલ્લાનું એકમાત્ર આદર્શ ગામ. ધોરાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલ ગામ છે જમનાવડ. ગામની કુલ વસ્તી 2493 ની છે અને મતદારો 1700 ની આસપાસ છે. અહીંના યુવા સરપંચ હિતેષભાઇ વાઘમસીની કુનેહ કામગીરીથી ગ્રામજનો ઘણા ખુશ છે અને આ યુવા સરપંચને ગામનું રક્ષણ કરવા માટે સરપંચ બનાવ્યા છે અને ગ્રામજનો ખુશ છે. ગામમા યુવા સરપંચ બન્યા બાદ તેમને ગ્રામજનો અને બાળકો માટે બહાર જવુ ન પડે તે માટે ગામમા પ્રવેશતા વેત બાર લાખના ખર્ચે આધુનિક બગીચો બનાવેલો છે, જે ધોરાજી તાલુકામાં આવો આધુનિક બાગ ક્યાંય જોવા મળે તેમ નથી અને આજુબાજુના ગામના લોકો લગ્ન પ્રસંગે ફોટોગ્રાફી કે વીડિયો શુટીંગ કરવા આ જ ગામમાં આવે છે.
ગામમાં આરસીસી રોડ, પેવર બ્લોક રોડ રસ્તાઓ બનાવેલ છે. વપરાશ માટે એકાંતરા 45 મીનીટ શુદ્ધ પાણી વિતરણ થાય છે. ત્યાર બાદ પીવા માટે ફિલ્ટર પાણીન રૂપિયા પાંચમાં વીસ લીટર અપાય છે. ધોરાજીમાં પણ ચાર દિવસે પાણી વિતરણ થાય છે, જ્યારે જમનાવડ ગામમાં એકાંતરા પાણી વિતરણ થાય છે.
સાત વખત લપસિયા ખાવાથી દરેક રોગ મટાડે છે માતાજી, ગુજરાતમાં આવેલું છે આ મંદિર
સ્ટ્રીટ લાઈટથી સજ્જ ગામ છે. ગામમાં મોબાઇલ ટાવર છે જેની આવક થાય તે ગામના વિકાસમાં રકમનો વપરાશ થાય છે. આ ઉપરાંત ગામમા પોસ્ટ ઓફિસ, બેંક, અદ્યતન આરોગ્ય શાખા, ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, સારી સ્કૂલ, શૌચાલય, ધોબી ઘાટ અને આંગણવાડી આવેલી છે. રોડ ઉપર બંને સાઈડ વૃક્ષનું વાવેતર કર્યું છે, જે જમનાવડ ગામની શોભા વધારે છે.
પ્રેમિકાનું ઢીમ ઢાળી દેનાર સુરજ ભુવાજી વૈભવી જિંદગી જીવતો, PHOTOs જોઈને ઈર્ષ્યા આવશે
ગ્રામ પંચાયતના કર્મચારીઓ એટલે કે જમનાવડ ગ્રામ્ય પંચાયતના તમામ કર્મચારીઓને વિમા કવચ પાંચ પાંચ લાખ રૂપિયાનું કરવામા આવેલ છે... તથા જમનાવડ ગામમાં આમ જોવા જઈએ તો દરેક ધર્મ અને જ્ઞાતિઓના લોકો રહે છે પણ આ ગામમાં ક્રાઈમ રેટ ઝીરો અને લગભગ ધોરાજી તાલુકા કે જીલ્લામાં યુવાન એટલે કે 37 વર્ષીય હિતેષભાઈ વાઘમસી યુવાન સરપંચ છે જેમને પોતાના ગામને મોટા સીટીને પણ ટક્કર મારે તેવું ગામ બનાવ્યુ છે. આમ ધોરાજી તાલુકાનું જમનાવડ ગામ ધોરાજી તથા રાજકોટ જીલ્લાનું આદર્શ ગામ તરીકે ઉભરાઈ આવ્યુ છે ત્યારે ગ્રામજનોના મતે કાયમી માટે યુવા સરપંચ ગામનું રક્ષણ કરે તેવું ઈચ્છી રહ્યા છે.
રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાનું એકમાત્ર આદર્શ ગામ એટલે જમનાવડ ગામ, યુવાન સરપંચ હિતેષભાઇની કામગીરીથી લોકો પણ ખુશ છે.
New Parliament : નવા સંસદભવનના વિરોધીઓને પાટીલનો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું