New Parliament : નવા સંસદભવનના વિરોધીઓને પાટીલનો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું

New Parliament Building Inauguration : આજે દેશને નવુ સંસદ ભવન મળ્યુ છે, ત્યારે તેનો કેટલાક પક્ષો દ્વારા વિરોધ કરવામા આવ્યો છે, આ અંગે સીઆર પાટીલે પ્રહાર કરતા નિવેદન આપ્યા

New Parliament : નવા સંસદભવનના વિરોધીઓને પાટીલનો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું

CR Paatil : આજે દેશને નવું સંસદ ભવન મળ્યું છે. પીએમ મોદીએ નવા સંસદ ભવનની ઉદ્ધાટન કરી રહ્યાં છે. નવા સંસદ ભવનનું ઉદ્ધાટન વૈદિક વિધિથી કરવામાં આવી રહી છે. સંપૂર્ણ સ્વદેશી એવું આ દેશનું નવું સંસદ ભવન છે.  ત્યારે આ સંસદ ભવનને લઈને અનેક પક્ષોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ લોકાર્પણ વિધિમાં ઉપસ્થિત રહ્યાં છે. સંસદ ભવનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે. જ્યારે કેટલાક વિરોધી પક્ષોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણને લઈને વિરોધી નોંધાયો છે. સી આર પાટીલે આ વિરોધીઓ પર પ્રહાર કર્યા છે. 

સીઆર પાટીલે વિરોધીઓને જડબાતોડ જવાબ આપતા જણાવ્યું કે, કેટલાક લોકો આ સંસદ ભવનનો વિરોધ કરી રહ્યા છે. ચોક્કસ પણે વિરોધ કરવાનો એમનો અધિકાર છે પણ એના કારણો જાણવા જોઈએ. જે વ્યક્તિ આ સંસદ ભવનમાં આવી શકવાના નથી એવા લોકો સંસદ ભવનનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે નહીં થવું જોઈએ એવું બોલતા હોય છે. મને એવું લાગે છે કે આ લોકોને આવું બોલવાનું અધિકાર જ નથી. પહેલા તો એમને સંસદ ભવનમાં પ્રવેશવાનો અધિકાર પ્રાપ્ત કરવો જોઈએ. કેટલીક પાર્ટી આવી છે કે જે એનો વિરોધ કરે છે. એમને પણ ખાતરી છે કે આવનારા વર્ષોમાં ઇલેક્શનમાં એમનો કોઈ પણ સભ્ય સંસદ ભવનમાં પ્રવેશવા માટે યોગ્ય થવાનો નથી. એટલા માટે વિરોધ કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, મારું માનું છું કે આખા વિશ્વની લોકશાહી આપણી એ સૌથી મોટી લોકશાહી છે. અંગ્રેજોના સમયમાં 93 વર્ષ પહેલાં સંસદ ભવન બન્યું હતું. આ સંસદ ભવન ગુલામીની યાદ આપતું છે. આજ દિન સુધીમાં કોઈ શાસક પક્ષે નવું સંસદ ભવન નિર્માણ કરવાની વિચારના કરી ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામીની યાદોને ભુલાવવા માટે નવું સંસદ ભવન નિર્માણ કર્યું છે. આવનારા સમયમાં સંસદમાં સીટો વધશે, નવા સાંસદોને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલના સંસદ ભવનમાં બેસવાની અનુકૂળતા નથી. આપણી સંસ્કૃતિનું જતન કરતાં કરતાં સાથે આત્મા નિર્ભર આ સંસદ ભવન છે. આખા વિશ્વમાં જેટલા સંસદ ભવનો છે, એમાં આ સૌથી સારું સુવિધાજનક સંસદ ભવન છે એમ કહી શકાય. 

ચાર ચોપડી ભણેલા દંપતીએ ખેતીમાં એવું કર્યું કે, કરોડો કમાતા ઉદ્યોગપતિઓ પણ ગોથુ ખાઈ ગય
 
સ્વતંત્ર ભારતમાં પહેલી વાર ભારતીયોએ પોતાની સંસદને જાતે તૈયાર કરી છે. સંસદની નવી ઈમારત હાઈટેક છે, આર્કિટેક્ચર જગતની અજાયબી સમાન છે, અહીં પરંપરા અને આધુનિકતાનો અનોખો સંયોગ સર્જાયો છે. ભારતની નવી સંસદ ઘણી રીતે અનોખી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી છે, સંસદ ભવનના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલી નાનામાં નાની વસ્તુ પણ દેશમાંથી જ આવી છે. સંસદમાં અત્યાધુનિક સુવિધાઓની સાથે ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઝલક તમામ જગ્યાએ જોઈ શકાય છે. 64,500 સ્કેવર મીટરમાં સંસદ ભવન બન્યું છે. હાઈટેક સુવિધાઓથી સજજ આ નવું સંસદ ભવન છે. 10 ડિસેમ્બર 2020 ના રોજ નવા સંસદ ભવનનું શિલાન્યાસ કરાયો હતો. નવું સંસદ ભવન 28 મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે. ઉદ્ધાટન સમારોહમાં NDAના ઘટક પક્ષો અને NDA સિવાયના 7 પક્ષો હાજરી આપશે. 

નવા સંસદ ભવનના લોકાર્પણની સાથે જ એક ઐતિહાસિક પરંપરા પણ પુનર્જિવિત થઈ છે. 1947માં જે સેંગોલની સોંપણી સાથે અંગ્રેજો પાસેથી ભારતીયોને સત્તાનું હસ્તાંતરણ થયું હતું, તે સેંગોલને હવે લોકસભામાં કાયમી સ્થાન અપાશે. તમિલનાડુના મઠના સંતોએ પ્રધાનમંત્રીને સેંલોગ સોંપી દીધું છે, હવે પ્રધાનમંત્રી આ સેંગોલને લોકસભામાં સ્થાપિત કરાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news