રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર થઈ, આ તારીખે 17 બેઠક માટે થશે મતદાન
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર થઈ છે. આગામી ૭ જુલાઇ થી ફોર્મ ભરવા પ્રક્રિયા શરૂ થશે. 26 જુલાઇના રોજ 17 બેઠક માટે મતદાન યોજાશે. હાલમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ હતી, પરંતુ કોરોના મહામારી કારણે મુદતમાં વધારો કરાયો હતો. હાલમાં બેંકના ચેરમેન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે. બેંકના ડિરેકટર મગનભાઇ ઘોણીયા સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, મોટાભાગની બેઠક બિનહરીફ થશે. ખેડૂત વિભાગની મોટા ભાગની બેઠક બિનહરીફ થશે. જ્યારે સહકારી વિભાગ બેઠક પર ચૂંટણી થાય તેવી શકયતા છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર થઈ છે. આગામી ૭ જુલાઇ થી ફોર્મ ભરવા પ્રક્રિયા શરૂ થશે. 26 જુલાઇના રોજ 17 બેઠક માટે મતદાન યોજાશે. હાલમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ હતી, પરંતુ કોરોના મહામારી કારણે મુદતમાં વધારો કરાયો હતો. હાલમાં બેંકના ચેરમેન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે. બેંકના ડિરેકટર મગનભાઇ ઘોણીયા સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, મોટાભાગની બેઠક બિનહરીફ થશે. ખેડૂત વિભાગની મોટા ભાગની બેઠક બિનહરીફ થશે. જ્યારે સહકારી વિભાગ બેઠક પર ચૂંટણી થાય તેવી શકયતા છે.
સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ
આ મુદ્દે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જિલ્લા સહકારી બેંક ચૂંટણી અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 17 બેઠક માટે ચૂંટણી યોજાશે. રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રની અંદર છેલ્લા 22 વર્ષથી સફળ સંચાલન વિઠ્ઠલભાઇ રાદડિયાએ કર્યું તેનું ગૌરવ છે. છેલ્લા 6 વર્ષ થી 0% ધિરાણ રાજકોટ જિલ્લા બેંક આપવામાં આવે છે. 2400 કરોડ રૂપિયાનું ધિરાણ દર વર્ષે કરવામાં આવે છે. મોટાભાગની સહકારી ચૂંટણી બિન હરીફ થાય છે. આ વર્ષે 17 બેઠક પર બિન હરીફ થાય તેવા પ્રયત્નો છે. હાલમાં બેંકની 5700 કરોડ રૂપિયાની ડિપોઝીટ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર