એક સ્કૂલ, 8 વર્ગો, 86 વિદ્યાર્થીઓ અને માત્ર એક શિક્ષક, શું આ રીતે ભણશે ગુજરાત અને આગળ વધશે?
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું ચારણ સમઢીયાળા ગામ આમ તો બધી રીતે આગળ કહી શકાય તેમ છે, પરંતુ અહીંની સરકારી પ્રાથમિક શાળાની હાલત ખુબ જ કફોડી છે.
નરેશ ભાલીયા/જેતપુર: ગુજરાત સરકારનું સૂત્ર છે કે 'ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત' પરંતુ સરકારનું આ સૂત્ર ફક્ત એક જ નારો હોય તેવું લાગે છે, કારણ કે રાજકોટ જિલ્લાની એક શાળા એવી છે કે જેમાં 1 જ શિક્ષકથી ચાલે છે, ધોરણ 1થી ધોરણ 8 સુધીના ધોરણ માટે માત્ર 1 શિક્ષક હોય ત્યારે કેમ ભણશે ગુજરાત કેમ આગળ વધશે ગુજરાત, તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનું ચારણ સમઢીયાળા ગામ આમ તો બધી રીતે આગળ કહી શકાય તેમ છે, પરંતુ અહીંની સરકારી પ્રાથમિક શાળાની હાલત ખુબ જ કફોડી છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાલત દયનિય છે કારણ છે અહીં શિક્ષકની ઘટ, શાળામાં આમ તો 5 શિક્ષકનું સેટપ છે પરંતુ છે 3 શિક્ષક અને એમાં પણ જોવા જઈ તો આચાર્ય બીમારીના કારણે સતત રજા ઉપર અને એક શિક્ષક મેટરનિટી રજા ઉપર છે, જયારે 1 જ શિક્ષિકા અહીં હોય છે.
રાજકોટના યુવક-યુવતીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી અનોખી રીતે કરશે, તમે આજ દિ' સુધી સાંભળી નહીં હોય
શાળામાં અભ્યાસ માટે આવતા વિધાર્થીની વાત કરીયે તો અહીં 1થી 8 ધોરણમાં 86 વિદ્યાર્થીઓ છે અને આ 8 ક્લાસની શાળામાં એક જ શિક્ષિકા છે ત્યારે આ શિક્ષિકા શાળાના સમય દરમિયાન એક ધોરણમાં પિરિયડ લઈને બીજા ધોરણમાં વિધાર્થીઓને અભ્યાસ કરાવવા જાય ત્યારે 86 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષિકાને લઈ વિધાર્થીઓને અભ્યાસ માટે ખુબ જ મોટી મુશ્કેલી પડી રહી છે. સાથે સાથે શિક્ષિકા પણ એક સાથે 8 ધોરણ સુધી અભ્યાસ માટે મુશ્કેલીનો સામનો કરે છે. આમ છતાં તેવોની વિધાર્થીઓ પ્રત્યેની નિષ્ઠાને લઈને તેવો આજે પણ શાળા ચલાવે છે.
સરકારનો નારો છે કે ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામની પ્રાથમિક શાળાની હાલત જોતા સરકારની નીતિ ઉપર ચોક્કસ સવાલ ઉભો થાય કારણ કે જયારે 86 વિધાર્થીઓ અને 1 થી 8 ધોરણ વચ્ચે માત્ર 1 શિક્ષિકા હોય ત્યારે કેમ ભણશે ગુજરાત કેમ આગળ વધશે ગુજરાત, આ સમસ્યાને લઈને સ્થાનિક કક્ષાએથી અનેક રજુઆત છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાય તે આ ગામના બાળકો માટે કમનસીબની વાત છે.
વલસાડ ABVPની ફ્રેશર્ર પાર્ટીમાં કોરોના નાચ્યો, વિધાર્થીઓનો ગરબા રમતા Video સોશિયલ મીડિયામાં વાયરલ
રાજ્ય સરકારના નારો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત અહીં પોકળ સાબિત થતો હોય તેવું લાગે છે, ત્યારે વિકાસશીલ ગુજરાતની આ શાળા ગુજરાતના વિકાસની પોલ ખોલતી હોય તેવું લાગે છે સરકારે જાગૃત થઇને અહીંના બાળકોના હિતમાં કામ કરે તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube