CMની ખુરશી બાજુએ મૂકી બાંકડે બેસીને લોકોના પ્રશ્નો સાંભળે છે ભૂપેન્દ્ર પટેલ, જુઓ 'દાદા'નો અનોખો અંદાજ

ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે એક અનોખો અંદાજ જોવા મળ્યા છે. સામાન્ય માણસ સાથેનો નાતો CM બન્યા બાદ પણ તેમણે જાળવી રાખ્યો છે. 

1/4
image

શીલજ ગામના કાર્યકર્તાઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે હળવા મૂળમાં ચર્ચા વિચારણા કરી હતી. જેમાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે CM હળવા મૂડમાં દેખાયા હતા. મુખ્યમંત્રીએ બાંકડા પર બેસીને ગામ લોકો સાથે વાતચીત કરી હતી અને તમામના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.

2/4
image

આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે અમદાવાદના શીલજ ગામમાં એક કાર્યક્રમ હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જેમાં સામાન્ય માણસ સાથેનો નાતો CM બન્યા પછી પણ તેઓએ જાળવી રાખ્યો હતો. શીલજ ગામના કાર્યકર્તાઓ સાથે હળવા મૂળમાં ચર્ચા કરી છે.

3/4
image

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)હાલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 

4/4
image

ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ સીએમ આનંદી પટેલના નજીકના માનવામાં આવે છે. તેઓ વિસ્તારના સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં નવા સીએમ બન્યા છે.