ગુજરાત ભરમાં રઝળતાં ઢોરનો કાયદો કાગળ પર! આ જગ્યાએ છેલ્લા 24 કલાકમાં 2 લોકો સાથે મોટી દુર્ઘટના
ગત રોજ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રખડતાં ઢોરની હડફેટે ચડતા 24 કલાકમાં 2 લોકોને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા છે,,,શહેરના ધોરાજી રોડ ઉપર બપોરે 12 વાગ્યાની આસપાસ કોલેજની વિદ્યાર્થીની ઘરે જઈ રહી હતી.
નરેશ ભાલીયા/જેતપુર: ગુજરાત ભરમાં રોડ ઉપર રખડતાં ઢોરનો ત્રાસ રોજે રોજ વધતો જાય છે. રાજ્ય સરકાર દ્વારા રખડતાં ઢોરને લઈને કાયદાઓ પણ બનાવ્યો છે. પરંતુ તે માત્ર કાગળ ઉપર જ હોય તેવો ઘાટ છે.
ચા બનાવ્યા પછી ભૂલથી પણ ન ફેંકશો ચાની પત્તી, જાણો જબરદસ્ત ફાયદા
ગત રોજ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રખડતાં ઢોરની હડફેટે ચડતા 24 કલાકમાં 2 લોકોને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા છે,,,શહેરના ધોરાજી રોડ ઉપર બપોરે 12 વાગ્યાની આસપાસ કોલેજની વિદ્યાર્થીની ઘરે જઈ રહી હતી ત્યારે તેને ધોરાજી રોડ ઉપર રખડતાં ઢોરે હડફેટે લેતા વિદ્યાર્થિનીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવી પડી હતી અને પગમાં ઇજા થઈ હતજ ત્યારે વિદ્યાર્થિની રખડતાં ઢોરની હડફેટે આવતા તેનો અભ્યાસ બગડ્યો છે.
મહાઠગ કિરણ વિશે ચોંકાવનારા ખુલાસા : અમદાવાદમાં છે ભવ્ય બંગલો અને ગાડી
જ્યારે બીજી ઘટના જેતપુર નવાગઢ નગરપાલિકા કર્મચારી દાદુભાઈ જેબલિયા સવારે શહેરના ખોડપરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ રખડતાં ખૂટીયા એ તેની માટે હુમલો કર્યો હતો અને તેને ગંભીર રીતે ઘાયલ થયા હતા જેને હિસાબે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પગમાં ફેક્ચર થયું હતું.
શાહજહાએ બનાવડાવ્યું હતું દુનિયાનું સૌથી મોંઘું મયુર સિંહાસન, પરંતુ આજે ક્યા ગાયબ છે?
કર્મચારીને વધુ ઇજા હોવાથી જૂનાગઢ સારવાર માટે ખસેડાયા હતા, જેતપુર શહેરના મુખ્ય રસ્તા ઉપર રખડતાં ઢોરનું સામ્રાજ્ય હમેશા જોવા મળે છે.. અને નગરપાલિકા દ્વારા આ બાબતે કામગીરી કરવાની મોટી મોટી વાતો જ કરવામાં આવે છે અને કોઈપણ જાતની નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
રસોડામાં ભૂલેચૂકે આ 5 વસ્તુ ન રાખવી, વાસ્તુ મુજબ છે અશુભ, બરબાદીને ખુલ્લું આમંત્રણ
આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મોટી કામગીરી કરીને 100 જેટલા ઢોરને પકડી પાડવામાં આવ્યા હોવાનો દાવો કરે છે પરંતુ શહેરની પરિસ્થતિ જોતાં જેતપુરમાં રખડતાં ઢોરનું સામ્રાજ્ય ચારે તરફ જોવા મળે છે.