મહાઠગ કિરણ વિશે ચોંકાવનારા ખુલાસા : અમદાવાદમાં છે ભવ્ય બંગલો અને ગાડી
Jammu Kashmir News : PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને કાશ્મીરમાં જલસા કરનાર કિરણ પટેલની શ્રીનગરમાં ધરપકડ... Z+ સિક્યોરિટી સાથે પ્રતિબંધિત વિસ્તારોનો કર્યો હતો પ્રવાસ... કિરણ પટેલ નિર્દોષ હોવાનો તેની પત્નીએ ઝી 24 કલાક પર કર્યો દાવો...
Trending Photos
Jammu Kashmir News : PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં સિક્યુરિટી મેળવનાર કિરણ પટેલની ધરપકડ કરવામા આવી છે. ત્યારે ગુજરાતમાં કિરણ પટેલ મામલે મોટા ખુલાસા થયા છે. નકલી અધિકારી કિરણ પટેલ ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં રહે છે. એક વર્ષ પહેલા જ તેણે અમદાવાદના સિંધુભવન રોડ પર એક બંગલો ખરીદ્યો છે. જ્યાં તે હવે પરિવાર સાથે રહે છે. તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હોવાનું પણ ખૂલ્યું છે. એટલુ જ નહિ, તેની સામે અનેક ગુનાઓ પણ નોઁધાયા છે. તેની સામે વડોદરામાં પણ ગુનો નોંધાયો છે.
કોણ છે કિરણ પટેલ
કિરણ પટેલ હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવતો હોવાનું ચર્ચાય છે. તેના શોખ વૈભવી છે. તેનુ ટ્વિટર એકાઉન્ટ વેરીફાઈ થયેલું છે. એટલુ જ નહિ, તેના સોશિયલ મીડિયા પર અનેક નેતાઓ સાથે ફોટો છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે.
કિરણ પટેલ સામે ગુના
અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, મૂળ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના નાઝ ગામનો વતની કિરણ પટેલ વડતાલ મંદિરમાં ગાડી ભાડે મુકવાનુ કહીં 2 નિવૃત્ત DySP, P.I, PSI સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે. જે મામલે 6 વર્ષ પહેલા અમદાવાદના નરોડા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે.
પત્નીએ પતિના આક્ષેપને ફગાવ્યા
નકલી અધિકારી કિરણ પટેલની પત્ની માલિનીએ તમામ આક્ષેપો ફગાવ્યા છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલે મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મારા પતિને ફસાવવામાં આવ્યો છે. અમે કદી કોઈનું ખોટું કર્યું જ નથી, અને અમને ત્યાંથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. કિરણ તો ત્યાં સારા ડેવલપમેન્ટ માટે ગયા હતા. ઊલટાનું કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને ચોક્કસ કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ હતા તે તો બધું પતી ગયું છે અને કેસ પણ ક્વોશિંગ થઈ ગયો છે. કિરણની તપાસ પતી ગઈ છે અને બધું પોઝિટિવ પતી ગયું છે તો પછી હવે કશું નેગેટિવ નથી તો કોર્ટમાં પણ બધું પતી ગયું છે અને હવે નક્કી થશે.
કિરણ પટેલના વકીલનું નિવેદન
કિરણ પટેલના વકિલ નિસાર વૈદ્યે મીડિયા સામે જણાવ્યું કે, કિરણ પટેલ અવાર નવાર કાશ્મીર ફરવા જતા હતા. તેઓએ જે પ્રોટોકોલનો ઉપયોગ કર્યો તે ત્યાંના સ્થાનિક રાજકીય મિત્રનો છે. કાશ્મીર સંવેદનશીલ હોવાથી પ્રોટેકોલ સુરક્ષા માટે અપાયો હતો. પ્રોટોકોલ અને સુરક્ષા સાથે હોવાથી લાલચોક અને નિયંત્રણ રેખા સહિતની મુલાકાત લીધી હશે. જે હોટલમાં રહેતા હતા ત્યાં કોઇ મુદ્દો સર્જાતા ધરપકડ થઇ હશે. હાલ તેઓ રીમાન્ડ પર છે. કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી છે. તેમની પાસેથી મળી આવેલું વિઝીટીંગ કાર્ડ તેમણે બનાવ્યું છે કે કેમ તે તપાસનો વિષય છે. ગુજરાતમાં તેમના પર આર્થિક લેવડ દેવડની અરજી અને ફરિયાદ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે