રક્ષિત પંડ્યા/રાજકોટ :લોકડાઉન (lockdown)નું પાલન ક્યાંક ચુસ્તપણે થઈ રહ્યું છે, તો ક્યાંક લોકો નિયમોને નેવે મૂકીને બહાર નીકળી રહ્યાં છે. માનવતા દાખ્યાને અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે, તો ક્યાંક લોકો માનવતા ભૂલ્યા હોય તેવા કિસ્સા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને, કોરોના વાયરસ (Coronavirus)ની મહામારી વચ્ચે લોકોને સ્વસ્થ બનાવી રહેલા તબીબો સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે, એટલું જ નહિ, તેમના પરિવારો સાથે પણ માનવતા મરી પરવારી હોય તેવુ વર્તન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ (Rajkot)ના કોરોનાના શંકાસ્પદ દર્દીને તપાસતા એક તબીબે પોતાની વ્યથા સમાજ સામે ઠાલવી છે. તેમણે કહ્યું કે, અમે બોર્ડર અંદરના સૈનિક છીએ. અમને સમાજના સહકારની જરૂર છે. 


વડોદરામાં તંત્રનો મોટો નિર્ણય, 14 ના બદલે 28 દિવસ હોમ કવોરન્ટાઈનમાં રહેવુ પડશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાઇરસની મહામારી સમગ્ર દેશ અને દુનિયામાં જોવા મળી રહી છે. આવા સમયે રાજકોટના એક તબીબનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં તે સમાજ પાસે સહકાર માંગી રહ્યા છે. 


હાલ જે પરિસ્થિતિ સર્જાઇ છે તેને જોતા એવું લાગે છે કે ધરતી પર સફેદ કપડામાં રહેલા તબીબો મનુષ્યો માટે ભગવાન સમાન જ છે. પોતાના પરિવારને છોડી રાત-દિવસ હોસ્પિટલમાં પોતાની સેવા આપી લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે. આવી જ એક વેદના રાજકોટની ગોકુલ હોસ્પિટલના ડાયરેક્ટર અને કન્સલટન્ટ ઇન્ટેન્સિવીસ્ટ અને IMA રાજકોટના સેક્રેટરી ડો. તેજસ કરમટાએ વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું હતું કે, દર્દીને ચકાસતા હોઇએ એટલે ઘરે જઇએ ત્યારે પરિવાર કહે છે કે 20 દિવસ ઘરમાં પૂરાઇને રહો ને. પરંતુ અમે બોર્ડર અંદરના સૈનિક છીએ.


દુનિયામાં કોરોનાનો અંત ક્યારે આવશે તેનો દાવો કર્યો આ નોબલ વિજેતા વૈજ્ઞાનિકે, કહ્યું કે...


તેમણે વીડિયોમાં કહ્યું કે, વિશ્વ એક કોવીડ-19 કોરોના વાઇરસની મહામારીમાંથી પસાર થઇ રહ્યું છે. જેમાં ભારત, ગુજરાત અને રાજકોટ પણ તેમાંથી બાકાત નથી. આ એક એવો સમય છે કે ઘરમાં પૂરાઇને રહેવું પડે છે. આપણે સમજણ શક્તિનો ઉપયોગ નહીં કરીએ તો આ લડાઇ બંદુક, ભાલા કે તલવારથી લડાશે નહીં. આ લડાઇને આપણે એકદમ સમજણપૂર્વક લડવી પડશે. તમે મેડિકલ સ્ટાફને, પેરા મેડિકલ સ્ટાફને, ડોક્ટરોને જો સોસાયટીમાં નહીં રહેવા દો, શંકા કરશો અથવા ઘર ખાલી કરાવશો તો આ મહામારીને કોણ એટકાવશે. અમે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે અમારી પત્ની, બાળકો, મોટા ભાઇઓ પૂછે છે કે સેનિટાઇઝરથી હાથ ધોયા, તમે મોજા પહેરો છો, તમે હોસ્પિટલ શું કામ જાવ છો. હોસ્પિટલે જવાની ક્યાં જરૂર છે આપણને ભગવાને ઘણું દીધું છે. મિત્રો 15-20 દિવસ ઘરમાં પૂરાઇને રહોને. અમે એક સૈનિકની જેમ સેવામાં નીકળી પડીએ છીએ. અમે બહાર શા માટે નીકળી પડીએ છીએ. સમાજ માટે નીકળ્યા છીએ. તમારા માટે નીકળી પડીએ છીએ....


રોકાણકારો આ બદલાવની લે ખાસ નોંધ, કોમોડિટીમાં ટ્રેડિંગનો સમય બદલાયો  


તેઓએ એમ પણ જણાવ્યું કે, અમે સાયન્ટીફિક રીતે તો ડોક્ટરો તૈયાર હોઇએ, પણ સામાજીક રીતે, કૌટુંબિક રીતે તેમને પણ તકલીફનો સામનો કરવો પડે છે. આવી બધી રીતે લડતા લડતા આટલી સમાજ સેવા કરતા હોઇએ તેમાં કોઇ પેરા મેડિકલ સ્ટાફને એમ કહે કે તું સોસાયટી મુકીને જતો રહે. તો શું મકાન માલિકનો ભાઇ, પુત્ર કે તેના ઘરના સભ્યો ભવિષ્યમાં માંદા નથી પડવાના. તો તમે સમાજમાંથી તેને કેમ તિરસ્કારવામાં આવે તે ખુબજ દુઃખદ બાબત છે....


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર