ગૌરવ દવે/રાજકોટ :રાજકોટના 50 હજાર દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજકોટ દૂધ ઉત્પાદક સંઘે મહત્વનો નિર્ણય લઈને રાજકોટ ડેરી દ્વારા દૂધમાં પ્રતિ કિલો ફેટે વધુ એક વખત રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. 11 જૂનથી ચોથા ભાવ વધારા સાથે દૂધ મંડળીઓને રૂ. 740 ચૂકવવામાં આવશે. રાજકોટ ડેરીએ જાહેર કરેલા કિલો ફેટના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ આપવાની જાહેર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુ છે ભાવ વધારવાના કારણો


  • કપાસિયા ખોળ અને ખાણદાણના ઉંચા ભાવો

  • ઉનાળાને કારણે પશુમાં દૂધ ઉત્પાદન ઘટ્યું હોવાથી ઉત્પાદકોને ખર્ચ વધુ આવતા મળશે રાહત

  • 50 હજાર દૂધ ઉત્પાદકોને મળશે ફાયદો



અત્યાર સુધી, દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.730 ચૂકવવામાં આવતો હતો. ગત વર્ષે આજ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.660 હતો. ગત વર્ષની સરખામણીએ આ જાહેરાતથી મંડળીઓને રૂ.80 વધુ મળશે. મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂ.740 ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ.735 ચૂકવશે. 


આ પણ વાંચો : નર્મદા નદી ખતરામાં... મળી એવી ઘાતક માછલી, જે અનેક માછલીઓનો કરી દેશે સફાયો


ઉલ્લેખનીય છે કે, ગુજરાતની અનેક ડેરીઓએ તાજેતરમાં દૂધ ઉત્પાદકોને ભાવમાં વધારો જાહેર કર્યો છે. અમુલ ડેરીએ દુધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કર્યો છે. દુધનો ખરીદ ભાવ વધારીને 730 થી 740 રૂપિયા કરાયો છે. દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કર્યો છે. છેલ્લા 6 માસમાં અમૂલે પશુપાલાકોને બીજીવાર ભાવ વધારો આપ્યો છે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીએ પણ વાર્ષિક દૂધ ફેરનો ભાવ જાહેર કરતા સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે ખુશીના સમાચાર બન્યા છે. જેમાં સાબર ડેરીના ઇતિહાસમાં સૌથી વધુ 19 ટકા જેટલો ભાવ વધારો આપવાની સાથોસાથ કિલો ફેટે રૂપિયા 20 નો વધારો કરતા જિલ્લાના પશુપાલકોની ખુશીમાં બમણો વધારો થયો છે. તો બનાસડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કર્યો છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટે 715ની જગ્યાએ 735 રૂપિયા ભાવ મળશે. બનાસડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટે 3 મહિનામાં 50 રૂપિયા વધાર્યા કર્યો છે.