Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાએ જનતાની સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ લોકોની સમસ્યા વધારી દીધી છે. પુલના બાંધકામ વખતે એન્જિનીયરો ભૂલી ગયા કે નીચેથી ભૂગર્ભ ગટર પસાર થાય છે...પાલિકાએ કામ રોકી દેવું પડ્યું, જેની કિંમત જનતા ચૂકવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો રાજકોટ મહાનગર પાલિકાની બેદરકારીનો પુરાવો છે. રાજકોટમાં પુલ બનાવવાની ઘોર બેદરકારી સામે આવી છે. મોટામવા થી ભીમનગરને જોડતા બેઠા પુલને પાડીને નવો પુલ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમહુરત અને ખોદકામ થઈ ગયા બાદ એન્જિનિયરને જાણ થઈ હતી કે, નીચે ભૂગર્ભ ગટર હતી. જેને કારણે દોઢ મહિનાથી કામ રોકી દેવામાં આવ્યું છે. છેલ્લા દોઢ મહિનાથી કામ અભેરાઈએ ચડતા સ્થાનિકો પરેશાન થયા છે. ખોદકામના લીધે પીવાના પાણીના નળમાં પણ ગંદુ પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. 


આ પણ વાંચો : 


ઓકલેન્ડનો દરિયો બે ગુજરાતીના પ્રાણ ભરખી ગયો, એક પટેલ પરિવારનો તો બીજો શાહ પરિવારનો


સ્કૂલમાંથી નીકળેલો માનવ રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચ્યો, મદદ કરનાર એ મુંગો શખ્સ કોણ


આજે મોટા મોવા ઋષિ એપાર્ટમેન્ટ અને આસપાસની સોસાયટીના લોકો ભેગા થયા હતા અને તેમને મહાનગરપાલિકાના ઇજનેરો સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને બધા અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ ભીમનગર અને મોટામવાને ને કાલાવડ રોડ ને જોડતો રસ્તો બંધ કરવામાં આવતા અનેક સોસાયટીના લોકો પરેશાન થયા છે. રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવને પણ સ્થાનિકોએ રજૂઆત કરી છે. છતાં પ્રશ્નનો હલ આવ્યો નથી. સોસાયટીના લોકોએ આરોપ લગાવ્યો છે કે, સોસાયટીમાંથી કાલાવડ રોડને જોડતો રસ્તો CC રોડ બનાવવાની માંગણી છે જે કામ પણ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે


અડધા ગુજરાતમાં અંધારપટ : 5 નગરપાલિકા ફડચામાં જતા વીજ અંધારુ છવાયુ