`બાબા પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ લઇ ગયા હોત તો..,` જાણો રાજકોટના પરિવારે શું હૈયાવરાળ ઠાલવી?
ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલા વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. રાજકોટમાં રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા વેપારી રમેશચંદ્ર વ્યાસ અને તેમના પરિવારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
ઝી બ્યુરો/રાજકોટ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવે તે પહેલા જ વિવાદમાં ફસાતા જઈ રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવ્ય દરબાર યોજાશે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં 2-2 દિવસ બાબાના દિવ્ય દરબાર યોજાશે.
'જેમને મળવા ગુજરાતમાં અનેક તલપાપડ છે, 'નીતિન કાકા' એ કહ્યું; મને બાગેશ્વરમાં રસ નથી'
ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલા વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. રાજકોટમાં રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા વેપારી રમેશચંદ્ર વ્યાસ અને તેમના પરિવારે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
બાગેશ્વર બાબાએ કહ્યું; 'બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો', રાજકોટના પરિવારનો ખુલાસો
રાજકોટના પરિવારજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે, અમે 23 એપ્રિલે રાજસ્થાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ગયા હતા. જ્યાં આંચકી આવતી હોવાથી રમેશચંદ્રના પત્ની દિવ્યાંગ બાળકને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે લઈ ગયા હતા. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ દરમિયાન પરચીમાં લખ્યું હતું કે, બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો. જોકે, ત્યારબાદ અમે રાજકોટ આવી ગયા હતા અને બાળકને ફરી આંચકી ઉપડી હતી. જે બાદ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સોના-ચાંદીના ભાવમાં બુધવારે થઈ ગયો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
અહીંયા છેલ્લા 13 દિવસ કરતાં પણ વધુ સમયથી તેમની સારવાર ચાલી રહી આ બાળકની તબિયત વધારે લથડતા તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ પણ આ બાળકની તબિયત સીરિયસ હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો આ બાળકને બાબા બાગેશ્વર પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોત તો તેની તબિયત કદાચ આટલી ખરાબ ન થઈ હોત.
તમારી બેસવાની ટેવ તમને બનાવી શકે છે ગરીબ, અનિદ્રા અને હાર્ટએટેકનો ખતરો તો ખરો જ!
જે બાળકની તબિયત ખરાબ થઈ છે તેમની ઉંમર હાલ 14 વર્ષની છે અને તેમને અગાઉ અનેક વખત આજકીઓ ઉપડી ગઈ હતી. બાળકની આ ખરાબ પરિસ્થિતિના કારણે તેમના પરિવારજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ના આશીર્વાદ લેવાથી તેમના બાળકને રોગમાંથી મુક્તિ મળશે.